મુંબઈ: કેફી પદાર્થોના દુરુપયોગ અને હેરાફેરીના કેસોની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને જાણ કરવા માટે સૌપ્રથમ રાષ્ટ્રીય એન્ટિ-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે.
નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની સાતમી સર્વોચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વધતા ડ્રગના જોખમનો સામનો કરવા માટે નાર્કોટિક્સ પ્રોહિબિશન ઇન્ટેલિજન્સ સેન્ટર માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1933 અને વિશિષ્ટ પોર્ટલ માનસ (માદક પદાર્થ નિષેધ અસુચના કેન્દ્ર-એમએએનએએસ) લોન્ચ કરશે જે અન્ય બાબતોની સાથે નાર્કો આતંકવાદને ભંડોળ પૂરું પાડવાની બાબતો પર પણ નિયંત્રણ માટે લેવામાં આવશે.
આ પણ વાંચો : ડોડામાં પાંચ જવાન શહીદઃ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તૂટી પડી, નીતિ મુદ્દે ઉઠાવ્યા સવાલ
માદક દ્રવ્યોની હેરફેર, ગેરકાયદે વેચાણ, ખરીદી, સંગ્રહ, ઉત્પાદન અને માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોની ગેરકાયદેસર ખેતી સહિત ડ્રગ સંબંધિત ગુનાઓને સંબોધવા માટે સમર્પિત વિશિષ્ટ પોર્ટલ માનલ હેલ્પલાઈન સાથે નાગરિકોના પુનર્વસન અને કાઉન્સેલિંગ માટે મદદ કરશે.
રાજ્ય પોલીસ એન્ટી નાર્કોટિક્સ સેલ, એનસીબી, કસ્ટમ્સ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં 2047 સુધીમાં ભારતને ડ્રગ ફ્રી બનાવવા માટે ડ્રગની હેરાફેરી બાબતે ઝીરો ટોલરન્સ પોલિસી ઘડી કાઢવા માટે યોજાશે. અમિત શાહ મીટિંગ દરમિયાન ફેડરલ એન્ટી ડ્રગ એજન્સી એનસીબીનો વાર્ષિક અહેવાલ 2023 અને ‘નશા મુક્ત ભારત’ પરનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કરશે.