આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

IAS પૂજા ખેડકર મોટી મુશ્કેલીમાં, ટ્રેનિંગ એકેડેમીની કાર્યવાહી

મુંબઈ: ઓબીસી-દિવ્યાંગતાના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ, જુનિયર સ્ટાફ પર જોહુકમી અને વીવીઆઇપી ટ્રીટમેન્ટની માગણી, મોંઘીદાટ ઓડી કાર પર નિયમ વિરુદ્ધ લાલ બત્તીનો ઉપયોગ, માતાનો હાથમાં પિસ્તોલ લઇ ગામવાસીઓને ધમકાવવાનો વીડિયો જેવા અનેક વિવાદોને પગલે સમાચારોમાં છવાયેલી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકરને જબ્બર ફટકો પહોંચ્યો છે. પૂજા ખેડકરની ટ્રેનિંગ અટકાવી દઇને તેને ફરી પાછી મસૂરીમાં ટ્રેનિંગ એકેડમી બોલાવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આ અંગેનો આદેશ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી નિતીન ગડરેએ આદેશ બહાર પાડીને 23 જુલાઇ સુધી ખેડકરને મસૂરીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન પાછા ફરવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશને તમારો (પૂજા ખેડકરની) ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ થોભાવી આગામી કાર્યવાહી માટે તાત્કાલિક ધોરણે પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.
તમને તાત્કાલિક ધોરણે મહારાષ્ટ્ર સરકારના ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ પ્રોગ્રામની ફરજોમાંથી મુક્ત કરવામાં આવે છે. કોઇ પણ સંજોગોમાં તમને તાત્કાલિક ધોરણે અને છેલ્લાંમાં છેલ્લે 23 જુલાઇ પહેલા એકેડમીમાં જોડાવવાનું જણાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ટ્રેઈની તરીકે જે સુવિધાઓ ન આપવામાં આવે તેવી વીઆઇપી સુવિધાઓની માગણી કરવાને પગલે પૂજા ખેડકર સૌપ્રથમ સમાચારોમાં આવ્યા હતા. જોકે, ત્યાર પછી એક પછી એક અન્ય વિવાદોમાં તે ફસાતા ગયા હતા. જેને પગલે હવે તેમની ટ્રેનિંગ રોકી દીધી છે. હવે ટ્રેનિંગ એકેડમીમાં તેમના વિરુદ્ધ પગલાં લેવાય છે કે નહીં અને પગલાં લેવાય છે તો શું પગલાં લેવાય છે તેની ચર્ચા થઇ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button