આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે...
સમય ખૂબ જ કિંમતી છે અને આ વાત જ્યારે લક્ઝુરિયસ બ્રાન્ડેડ ઘડિયાળની કિંમત સાંભળીએ ત્યારે ચોકક્સ સમજાય છે
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી ગણાતી ઘડિયાળની કિમત લક્ઝરી કાર કરતા પણ મોંઘી છે
આજે અમે અહીં તમને આવી જ મોંઘી ઘડિયાળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
હેલુસિનેશન નામની આ ઘડિયાળ ગ્રાફ ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવી છે
જેકબ એન્ડ કંપની દ્વારા નિર્મિત આ ઘડિયાળની ગણતરી દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળમાં થાય છે
આ ઘડીમાં અલગ અલગ રંગ અને કટ્સના 110 કેરેટના હીરા લગાવવામાં આવ્યા છે
તેમાં પ્લેટિનમ બ્રેસલેટમાં રેઈન્બોની ડિઝાઈન કરવામાં આવી છે
વાત કરીએ આ ઘડિયાળની કિંમત વિશે તો તે આશરે 5.5 કરોડ ડોલર હોવાનું કહેવાય છે
આ ઘડિયાળમાં ક્વાર્ટ્ઝ ડાયલ આપવામાં આવ્યું છે, જેમાં નાના પિંક કલરના ડાયમંડ્
સ છુપાયેલા છે
હેલુસિનેશન ઘડિયાળ હાઈ ફેશનની વર્લ્ડમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે