મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Radhika Merchantને સાસરે આવીને હજી કલાકો જ થયા છે ને Mukesh Ambani સાથે થયું કંઈક એવું કે…

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના સંપન્ન થયા અને ત્યાર બાદ બે દિવસ આશિર્વાદ સમારોહ અને રિસેપ્શનનું ફંક્શન યોજાયું હતું. આ લગ્નની ગણતરી દુનિયાના સૌથી મોંઘા લગ્નમાં કરવામાં આવે છે. દુનિયાભરમાંથી મહેમાનોએ આ લગ્નમાં હાજરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બ્રિટનના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોનસન અને ફીફાના પ્રેસિડેન્ટ પણ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. હવે મળી રહેલી માહિતી અનુસાર પરિવારની નવી વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના પગલાં પડતાં જ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની નેટવર્થમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે.

અનંત-રાધિકાના લગ્ન મોંઘા લગ્નમાંથી એક છે અને એવું કહેવાય છે કે આ લગ્નમાં મુકેશ અંબાણીએ છુટ્ટા હાથે પૈસા વેર્યા છે. જોકે, આ બધાને કારણે ખાસ મુકેશ અંબાણીની સંપત્તિ પર ખાસ કંઈ અસર જોવા નથી મળી, પણ તેમની નેટવર્થમાં તગડો વધારો થયો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો મુકેશ અંબાણીની નેટવર્થમાં દમદાર વધારો જોવા મળ્યો છે અને એને કારણે દુનિયાના ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું સ્થાન પણ બદલાયું છે.

આ પણ વાંચો : કોણ હતી એ વ્યક્તિ જેની સાથે હાથ મેળવવા દોડી પડ્યા હતા મુકેશ અંબાણી

નેટવર્થમાં વૃદ્ધિની સાથે સાથે દુનિયાના ધનવાન લોકોની યાદીમાં મુકેશ અંબાણી 12મા સ્થાનથી આગળ વધીને 11મા સ્થાન પર પહોંચી ગયા છે અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે હજી પણ તેમનો દબદબો કાયમ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પાંચમી જુલાઈ સુધી મુકેશ અંબાણીની નેટવર્થ 118 અબજ ડોલર હતી અને હવે તે વધીને 121 અબજ ડોલર થઈ ગઈ છે.

છેલ્લાં 10 જ દિવસની વાત કરીએ તો 10 દિવસમાં જ મુકેશ અંબાણીની નેટવર્થમાં ત્રણ અબજ ડોલર એટલે કે આશરે 25,000 રૂપિયાનો વધારો થયો છે. સોમવારના આંકડાની વાત કરીએ તો મુકેશ અંબાણીને છેલ્લાં 24 કલાકમાં 109 મિલિયન ડોલર એટલે કે આશરે 9110 કરોડ રૂપિયાની આવક થઈ હતી. મુકેશ અંબાણી હવે દુનિયાના 11મા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button