કેદારનાથ મંદિર- ગઢવાલ હિમાલયમાં આવેલું આ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને શિવ ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે.

અમરનાથ ગુફા- જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતું બરફનું લિંગ છે જે ભગવાન શિવનું પ્રતિક છે.

 કાશી વિશ્વનાથ મંદિર- વારાણસીમાં ગંગાના કિનારે આવ્યું છે, જે ભગવાન શિવને સમર્પિત સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે

બૈદ્યનાથ મંદિર, ઝારખંડ-બાબા ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.અહીં શ્રાવણી મેળો ભરાય છે.

મહાકાલેશ્વર મંદિર- મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું, આ મંદિર તેની અનન્ય ભસ્મ આરતી માટે પ્રખ્યાત છે.

સોમનાથ મંદિર, ગુજરાતનું આ ભવ્ય સ્થાપત્ય ધરાવતું મંદિર બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ છે

તુંગનાથ મંદિર, ઉત્તરાખંડ તુંગનાથ મંદિર, વિશ્વનું સૌથી ઉંચુ શિવ મંદિર, પંચ કેદાર તીર્થ પરિક્રમાનો એક ભાગ છે.

રામનાથસ્વામી મંદિર, રામેશ્વરમ તમિલનાડુમાં પમ્બન ટાપુ પર સ્થિત છે. રામનાથસ્વામી મંદિરનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

લિંગરાજ મંદિર, ભુવનેશ્વર ઓડિશામાં આવેલું લિંગરાજ મંદિર એ ભગવાન શિવને સમર્પિત સ્થાપત્ય અજાયબી છે.

નીલકંઠ મહાદેવ મંદિર, ઋષિકેશ નજીક આવેલું આા મંદિર ખાતે ભગવાન શિવે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરનું સેવન કર્યું હતું.