એક જ દિવસમાં પરફેક્ટ બ્રાઇડ રાધિકાની મહેંદી કેવી રીતે ઉતરી ગઇ…?
લગ્ન પ્રસંગમાં મહેંદીનું મહત્વ અનોખું છે. દરેક કોડીલી કન્યા લગ્ન માટે પોતાના હાથ, પગ પર મહેંદી મૂકાવે છે. કન્યાના હાથ પર સુંદર ભાતવાળી મહેંદી મૂકવામાં આવતી હોય છે. એનો રંગ પણ એવો ગાઢો આવતો હોય છે કે ઘણા દિવસો સુધી હાથમાંથી મહેંદી જતી નથી, પરંતુ અંબાણી પરિવારની પુત્રવધુ રાધિકાની મહેંદી 24 કલાક પણ ટકી શકી નથી. નવી દુલ્હન રાધિકા અંબાણીના બ્રાઈડલ લુકએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તે દરેક આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ અને સુંદર રહી છે, પરંતુ નેટીઝન્સને આ અદ્ભુત લુક્સમાં એક ખામી જોવા મળી જે દરેક વ્યક્તિએ ધ્યાનમાં લીધી ન હતી.
રાધિકા તેના ખાસ દિવસે ગુજરાતી દુલ્હન બની હતી. સફેદ અને લાલ સાડીમાં તેની સુંદરતા જોવા લાયક હતી. રાધિકાના ગળામાં હાર અને હાથમાં લાલ અને સફેદ બંગડીઓ તેનો લુક વધારી રહી હતી. તેના હાથમાં લાગેલી મહેંદી વર માટે કન્યાના પ્રેમને ઉજાગર કરી રહી હતી.
રાધિકાએ તેની મહેંદી પર સ્વસ્તિક ચિન્હની સાથે અન્ય ઘણી ડિઝાઇન બનાવી હતી. જેમાં બારી પર મોરની જોડી બેઠેલી બતાવવામાં આવી હતી. જો કે, સામેના હાથ પર ખૂબ જ ઝીણી મહેંદી લગાવવામાં આવી હતી.આ પછી, વિદાયના જે લુક સામે આવ્યા હતા, તેમાં રાધિકાના હાથ પરની મહેંદી ગાયબ જોવા મળી હતી. વિદાય સમારંભ દરમિયાન રાધિકાએ મનીષ મલ્હોત્રાનો અસલી સોનાના દોરાથી બનેલો લાલ રંગનો લહેંગો પહેર્યો હતો.
શુભ આશીર્વાદ સમારોહમાં નવપરિણીત દુલ્હન રાની ગુલાબી લહેંગામાં જોવા મળી હતી. તેમાં રિયલ ગોલ્ડ જરદોસી વર્ક અને હેન્ડ પેઈન્ટેડ ઈમેજોએ આ લેહેંગાને ખાસ બનાવ્યો હતો. આ અનોખા લહેંગાની સાથે અંબાણીની પુત્રવધુએ મોતીનો હાર અને હાથમાં બંગડીઓ વડે પોતાનો લુક નિખાર્યો હતો.
જોકે, આ દરમિયાન દુલ્હનના હાથ ખૂબ જ ખાલી દેખાતા હતા કારણ કે તેના હાથમાંથી મહેંદી ગાયબ થઈ ગઈ હતી. આ તસવીરો જોઈને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે દુલ્હનના હાથમાંથી મહેંદી એક દિવસમાં કેવી રીતે ગાયબ થઈ શકે છે. કારણ કે કોઇ પણ મહેંદી હોય તેને જતા એટલિસ્ટ અઠવાડિયાનો સમય તો લાગે જ છે, ત્યારે રાધિકાની મહેંદી એકાદ દિવસમાં જ કેવી રીતે જતી રહી એવો સવાલ બધાને થઇ રહ્યો છે.
જો કે, સમારંભના વીડિયો અને તસવીરોમાં રાધિકાના હાથ મહેંદીથી ભરેલા જોવા મળે છે, પરંતુ ફોટોશૂટમાં તેના હાથ ખાલી છે અને તેના પર મહેંદી જોવા નથી મળતી. એટલે કે રાધિકાના તમામ ફોટો પ્રી-શૂટ કરવામાં આવ્યા છે. મતલબ કે અનંતની પત્ની રાધિકાએ તેના લગ્નના તમામ લુક અગાઉથી જ ક્રિએટ કર્યા હતા. માત્ર તેને જુદા જુદા સમયે, પ્રસંગને અનુરૂપ શેર કરવામાં આવ્યા હતા.
Also Read –