નેશનલ

જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલતા જ શું મળ્યું જાણો…….

આપણા ભવ્ય પુરાતન મંદિરો વિશે ઘણી માન્યતા પ્રવર્તે છે. કેટલાય મંદિરોના ભંડારો સોના, હિરા, ઝવેરાતના કિંમતી આભૂષણોથી ભરેલા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ રત્નભંડારોની સુરક્ષા ખુદ ભગવાન અથવા તો સાપ કરે છે.

રત્નભંડારોના દ્વાર ખોલાય નહીં, નહીં તો વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે… વગેરે વગેરે. એવી જ કેટલીક માન્યતા ઓડિશાના પુરીના જગન્નાથ મંદિર માટે પણ છે.

ઓડિશાના જગન્નાથ મંદિરના ‘રત્ન ભંડાર’ વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો કહે છે કે ભગવાન પોતે આ ખજાનાની રક્ષા કરે છે. કેટલાક કહે છે કે રત્ન ભંડારની સુરક્ષા માટે સાપ દેવ 24 કલાક તૈનાત રહે છે.

જો કે, આ વાર્તાઓની સત્યતા હજુ સુધી જોવા મળી નથી. 12મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ રવિવારે બપોરે ફરી ખોલવામાં આવ્યો હતો.

રત્ન ભંડારના દરવાજા ખુલતાની સાથે જ અહીંની તિજોરીમાં શું રાખવામાં આવ્યું છે તે જાણવાની બધા લોકોને ઉત્સુકતા હતી. લોકો એ પણ જાણવા માંગતા હતા કે ખજાનાની રક્ષા કરતા કોઈ સાપ ત્યાં છે કે નહીં?

પુરીનો રત્ન ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો. એ સમયે ઝવેરાત અને કીમતી વસ્તુઓની યાદી અને સમારકામ માટે આ સ્ટોર રૂમ ખોલવામાં આવ્યો હતો. હવે રવિવારે ફરી એક વાર ધાર્મિક વિધિઓ કર્યા પછી આ રત્નભંડાર ખોલવામાં આવ્યો હતો.

ઓડિશામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં રત્ના ભંડારને ફરીથી ખોલવો એ એક મોટો રાજકીય મુદ્દો હતો. ભાજપે તેની ખોવાયેલી ચાવીઓને લઈને તત્કાલિન સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) પર નિશાન સાધ્યું હતું અને લોકોને વચન આપ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે રત્ન ભંડારને ફરીથી ખોલશે અને અંદરની વસ્તુઓની માહિતી જાહેર કરશે.

સરકારે રત્ન ભંડારમાં હાજર મૂલ્યવાન વસ્તુઓની ડિજિટલ યાદી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં તેમના વજન અને તેની બનાવટની વિગત આપવામાં આવશે. આ ખજાનાની રક્ષા માટે સાપ તૈનાત હોવાની માન્યતા હતી, પણ જ્યારે આ ર્તન ભંડાર ખોલવામાં આવ્યો ત્યારે કોઇ સાપ ત્યાં જોવા મળ્યા નહોતા.

રત્ન ભંડાર ખોલતી વખતે 11 લોકો હાજર હતા, જેમાં ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિશ્વનાથ રથ, શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ પાધી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિક્ષક ડીબી ગડનાયક અને પુરી કે.

રાજા ‘ગજપતિ મહારાજા’ના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રત્ન ભંડારની તમામ જ્વેલરી અને કીમતી વસ્તુઓને મંદિરની અંદરના અસ્થાયી ‘સ્ટ્રોંગ રૂમ’માં શિફ્ટ કરી હતી. આંતરિક ચેમ્બરમાંથી કિંમતી ચીજવસ્તુઓને તાત્કાલિક ન ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બહારના રૂમમાંથી જ્વેલરી શિફ્ટ કર્યા પછી, કામચલાઉ સ્ટ્રોંગ રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે અને ચાવી ત્રણ અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવી છે, કારણ કે રોજિંદા ઉપયોગ માટેના ઘરેણાં પણ ત્યાં છે. તેમણે કહ્યું હતું કે આંતરિક ચેમ્બરના દરવાજાને સુરક્ષિત કરવા માટે નવા તાળાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચાવીઓ પુરીના કલેક્ટરને સોંપવામાં આવી હતી.

રત્ન ભંડારમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ લઈ જવા માટે છ લાકડાના બોક્સ લાવવામાં આવ્યા હતા,જે અંદરની પિત્તળના બનેલા હતા. સાગના લાકડામાંથી બનેલા આ બોક્સ 4.5 ફૂટ લાંબા, 2.5 ફૂટ ઊંચા અને 2.5 ફૂટ પહોળા છે. રત્ન ભંડારમાં વસ્તુઓની યાદી બનાવવાનું કામ હાલમાં શરૂ થયું નથી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button