નેશનલ

વર્લ્ડ કપ ચેમ્પિયન ક્રિકેટર કપિલ દેવનું અપહરણ?

હેડિંગ વાંચીને જ ચોંકી ગયા ને? તમે કદાચ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટરને અમુલ લોકો હાથ-મોં બાંધીને લઈ જતા હોય એવો વીડિયો પણ જોયો હશે. પણ ભાઈ તમારી ચિંતા ઘટાવા માટે કહી દેવાનું કે આ વીડિયો સાચો નથી અને તેની પાછળની કહાની કંઈક અલગ જ છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અને કમેન્ટેટર ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર આ ક્લિપ શેર કરી છે અને આ વીડિયો જોઈને અનેક લોકોને આઘાત લાગ્યો હો, કારણ કે આ વીડિયો ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને વર્લ્ડકપ ચેમ્પિયન કપિલ દેવની કિડનેપિંગનો છે.

https://twitter.com/i/status/1706237234457002425

સોશિયલ મીડિયા પર આ વીડિયો એકદમ તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એવા વિચારમાં પડી ગયા છે કે આખરે થયું છે શું? ગૌતમ ગંભીરે વીડિયો શેર કરીને લખ્યું છે કે બીજા કોઈને ક્લિપ મળી છે કે? એવી આશા છે કે વીડિયોમાં દેખાઈ રહેલા આ રિયલ કપિલ પાજી ના હોય અને તેઓ એકદમ ઠીક હોય.

ગંભીરની આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર માહોલ એકદમ ગંભીર થઈ ગયો છે અને લોકો જાત જાતની ચર્ચા કરી રહ્યા છે. અનેક લોકોએ આ વીડિયોને રિપોસ્ટ પણ કર્યો છે. દરમિયાન આ વીડિયો સાચો છે કે ખોટો એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો બાબતે એવી માહિતી પણ મળી રહી છે કે વર્લ્ડ કપ નિમિત્તે એક ખાસ જાહેરાતનો આ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેથી આ આખો મામલો શું છે એ જોવાનું અને જાણવાનું ખૂબ જ રસપ્રદ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button