નેશનલ

દિલ્હીની મેટ્રોમાં ફરી એક વખત કપલ ભૂલ્યું ભાન

કરી આવી હરકત

નવી દિલ્હીઃ દિલ્હીની મેટ્રો અવારનવાર લાઈમલાઈટમાં આવતી હોય છે અને એનું કારણ છે આ મેટ્રો ટ્રેનમાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી ઉટપટાંગ હરકતોને અને એના વાઈરલ થતાં વીડિયો. ક્યારેક કોઈ છોકરી ટૂંકા કપડાં પહેરીને પ્રવાસ કરે છે તો ક્યારેક વળી કોઈ માથા ફરેલ વ્યક્તિ મહિલા કે યુવતીને જોઈને અશ્લીલ ચાળા કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર મેટ્રોનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક કપલ મેટ્રોમાં જ લિપ-લૉક કરવા લાગે છે અને આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. @Postman_46 નામના ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને એમાં આવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો આનંદ વિહાર દિલ્હી મેટ્રો સ્ટેશન નજીકનો છે. જોકે, સત્તાવાર રીતે આ વીડિયોની માહિતી સામે આવી રહી નથી.
વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે એક મેટ્રોમાં કપલ દરવાજા પાસે ઊભું છે અને એકબીજાને આલિંગન આપી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોચમાં ઘણા મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે, પણ એની ચિંતા વિના આ કપલ પોતાની પ્રેમલીલામાં વ્યસ્ત છે અને કપલ જાહેરમાં લિપ-લોક કરવાનું શરૂ કરે છે.


45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરી છે કે, દિલ્હી મેટ્રો હવે પરિવાર સાથે મુસાફરી કરવા માટે લાયક નથી. જ્યારે અન્ય એક યુઝર લખ્યું છે કે આજની યુવા પેઢીએ શરમ અને લાજ બધુ કોરાણે મૂકી દીધું છે. અન્ય એક યુઝરે પૂછ્યું છે કે, શું દિલ્હી મેટ્રો પ્રેમનું નવું હબ બની રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી બન્યું કે જ્યારે દિલ્હી મેટ્રોમાં આ પ્રકારના ઓપન રોમાન્સનો વીડિયો સામે આવ્યો હોય. આ પહેલા પણ એક કપલ જમીન પર બેસીને લિપ-લૉક કરતો વીડિયો વાયરલ થયો હતો અને એ સમયે પણ એ વીડિયોને લઈને ઘણો હોબાળો થયો હતો. આ સિવાય સીટોને લઈને મારામારીના વીડિયો પણ હવે સામાન્ય થઈ ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button