આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રને ટૂંક સમયમાં મળી શકે નવા રાજ્યપાલ

મુંબઈ: થોડા જ દિવસોમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસની રાજ્યપાલ તરીકેની મુદત પૂરી થઇ રહી છે અને તેમની મુદત વધારવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાના પગલે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને નવા રાજ્યપાલ મળી શકે તેવી શક્યતા છે.
રમેશ બૈસની મુદત 28 જુલાઇએ પૂરી થઇ રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં નિયુક્ત કરવામાં આવેલા રાજ્યપાલોની મુદત વધારવામાં આવી નહોતી. જેને ધ્યાનમાં રાખીને આ વખતે પણ રાજ્યપાલની મુદતમાં વધારો કરવામાં નહીં આવે તેવી શક્યતા વધુ જણાઇ રહી છે.

રમેેશ બૈસની 29 જુલાઇ, 2019માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્તી થઇ હતી. બે વર્ષ ત્રિપુરાના રાજ્યપાલ તરીકે કાર્યકાળ પૂરો કર્યા બાદ 14 જુલાઇ, 2021માં તે ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા, જ્યાં પોણા બે વર્ષ સુધી તેમણે પદભાર સંભાળ્યો હતો.

જ્યાર બાદ ફેબ્રુઆરી 2023માં બૈસની મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. સામાન્ય રીતે રાજ્યપાલની મુદત પાંચ વર્ષની હોય છે, પરંતુ રાષ્ટ્રપતિની સંમતિ હોય તો તે રાજ્યપાલ તરીકે વધુ મુદત પદ પર કાયમ રહી શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા

જોકે, 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધી કોઇપણ રાજ્યપાલની મુદત વધારવામાં આવી ન હોવાથી બૈસની મુદત પણ વધારવામાં નહીં આવે તેવી શક્યતા વધુ પ્રબળ છે. રમેશ બૈસની સાથે અન્ય છ રાજ્યોના રાજ્યપાલની મુદત પણ પૂરી થઇ રહી છે અને તેમની મુદત પણ વધારવામાં નહીં આવે, તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button