નેશનલ

Viral Video: OMG! Taj Mahalની ઉપર ઉડતી દેખાઈ એવી વસ્તુ કે…

આગ્રાઃ દુનિયાની સાત અજાયબીમાંથી એક એવા ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા તાજ મહેલ (Drone Flying On Taj Mahal)ની ઉપર એક એવી વસ્તુ ઉડતી જોવા મળી હતી કે જેને કારણે બખેડો ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજ મહેલની આસપાસમાં આવેલા 500 મીટરના રેડિયસને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ-

આ પણ વાંચો: Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…

તાજ મહેલ એક સેન્સેટિવ સાઈટ છે અને એની ઉપર ડ્રોન ઉડતું હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના રવિવારે સવારે છ વાગ્યાની આસપાસ બની હતી. જોકે, સુરક્ષા માટે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ ડ્રોન ક્યાંય નથી જોવા મળી રહ્યું, એટલે શક્ય છે કોઈ વ્યક્તિએ આ ડ્રોનની એન્ટ્રી યમુના નદીની સાઈડમાંથી તાજની નજીક ડ્રોન ઉડાવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં તો આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ડ્રોન તાજ મહેલના મુખ્ય ગુંબજની ઉપર ઉડી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો તાજ મહેલ ફરવા આવેલા કોઈ પર્યટકે પોતાના મોબાઈલથી બનાવ્યો છે અને ત્યાર બાદ તેને સોશિયલ મીડિા પર અપલોડ કર્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થયાના થોડાક જ સમય બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યો હતો. ત્યાર બાદ આગ્રા પોલીસ, પર્યટન વિભાગની પોલીસ અને તાજ મહેલની સુરક્ષામાં તહેનાત સીઆઈએસએફની ટીમ એક્ટિવ થઈ ગઈ છે.

આ પણ વાંચો: … તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?

તપાસ કરાઈ રહી છે કે આખરે નો ફ્લાય ઝોનમાં આ ડ્રોન આવ્યું ક્યાંથી? વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તાજ મહેલની 500 મીટર રેડિયસને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આસપાસના વિસ્તારને યેલો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીં લગાવવામાં આવેલા કેમેરાના ફૂટેજ તપાસમાં આવ્યા જેમાં ડ્રોનને પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશતા નથી જોવા મળ્યો. આવી પરિસ્થિતિમાં શક્ય છે કે આ ડ્રોમ યમુનાની તરફથી આવ્યું હોય. એ પણ શક્ય છે કે આ વીડિયો જૂનો હોય. હાલમાં તો આ મામલાની તપાસ કરાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button