આમચી મુંબઈ

વિના ‘બ્લોક’ મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોની રફતાર પર બ્રેક, જાણો કેમ?

મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ટ્રેનસેવા પર પણ અસર પડી છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે વરસાદી માહોલ વચ્ચે મધ્ય રેલવે (Central Railway-CR)માં એલટીટી-ગોરખપુર એક્સપ્રેસ (LTT Gorakhpur Express fire)ના કોચમાં આગને કારણે વહેલી સવારે ટ્રેનસેવા પર અસર થઈ હતી.

મધ્ય રેલવેમાં લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)-ગોરખપુર એક્સપ્રેસના એક કોચમાં બ્રેક વાઈન્ડિંગને કારણે બ્રેક જામ થઈ હતી, પરિણામે આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં આગને નિયંત્રણમાં લાવ્યા હતા, પરંતુ પ્રવાસીઓને જાણ થયા પછી પ્રવાસીઓ ડરી ગયા હતા.

આ બનાવ પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સવારના સાડા છ વાગ્યા સુમારે એલટીટી-ગોરખપુર એક્સપ્રેસના આઠમા કોચમાં આગ લાગી હતી. બ્રેકજામ થવાને કારણે સામાન્ય સર્કિટ થવાથી આગ લાગી હતી. જોકે, બ્રેકજામને કારણે ઠાકુર્લી સ્ટેશને ટ્રેનને રોકી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો યુવક,વીડિયો થયો વાયરલ

ટ્રેનના વ્હિલમાં અચાનક ગરમીને કારણે આગ લાગી હતી. આગ સાથે ધુમાડો નીકળવાને કારણે પ્રવાસીઓ પણ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક રેલવે કર્મચારીઓને જાણ કરવામાં આવ્યા પછી આગને નિયંત્રણમાં લાવવામાં કાબૂ લેવામાં આવ્યો હતો. મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગોરખપુર એક્સપ્રેસમાં આગના બનાવને લઈ પ્રશાસન દ્વારા સત્વરે આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેનસેવા પર પીકઅવરમાં અસર થઈ હતી. 50 મિનિટ પછી ટ્રેનને અન્ય સ્ટેશન પર રવાના કરવામાં આવી હતી. મોર્નિંગમાં અપ એન્ડ ડાઉનની ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતા પ્રવાસીઓ માટે વરસાદના દિવસોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

અહીં એ જણાવવાનું કે ગોરખપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (12542) એલટીટીથી ગોરખપુર વચ્ચે રોજ દોડાવવામાં આવે છે. રોજના ટ્રેન 1,693 કિલોમીટરનું અંતર કાપે છે, જેના 17 સ્ટેશન પર હોલ્ટ છે. મધ્ય રેલવેમાં બ્લોક વિના પર લોકલ ટ્રેનો રેગ્યુલર અડધો કલાક મોડી દોડતી રહી છે, પરંતુ એના અંગે હજુ પણ પ્રશાસન આંખ આડા કાન કરે છે, તેથી રેલવેએ એના અંગે પગલાં ભરવા જરુરી છે, એમ રેલવે પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button