ટોપ ન્યૂઝસ્પોર્ટસ

આર્જેન્ટિના કૉપા જીત્યું એટલે મેસીના નામે લખાયો આ નવો વર્લ્ડ રેકોર્ડ

સમગ્ર આર્જેન્ટિનામાં વિજયનું સેલિબ્રેશન

માયામી: આર્જેન્ટિનાએ સોમવારે વિક્રમજનક 16મું કૉપા અમેરિકા ફૂટબૉલ ટાઈટલ જીતી લીધું એ સાથે ટીમના કેપ્ટન અને સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીએ પણ એક અનોખો વિશ્વવિક્રમ પોતાને નામ કરી લીધો હતો.

મેસીનું આ 45મું ટાઈટલ હતું. એ સાથે તેણે ફૂટબૉલના સૌથી વધુ 44 ટાઈટલ જીતનાર બ્રાઝિલના ડાની આલ્વેઝનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ફૂટબૉલ જગતમાં હવે સૌથી વધારે ટ્રોફી મેસી પાસે છે.
મેસીએ કરીઅરમાં કુલ 1,068 મૅચમાં 838 ગોલ કર્યા છે અને 374 ગોલ આસિસ્ટ કર્યા છે (સાથીને ગોલ કરવામાં મદદ કરી છે).

https://twitter.com/SaraFCBi/status/1812702817708355691

સોમવારે કોલમ્બિયા સામેની કૉપા અમેરિકાની ફાઈનલના સેકન્ડ હાફમાં મેસી પગની ઘૂંટીની ગંભીર ઈજાને કારણે મેદાનની બહાર જતો રહ્યો હતો. તેનો પગ સૂજી ગયો હતો. તે બેન્ચ પર બેસીને ખૂબ રડ્યો હતો, કારણ કે આર્જેન્ટિનાની ટીમ માટે તે મૅચમાં એક પણ ગોલ નહોતો કરી શક્યો અને તેની ટીમ વિક્રમજનક સોળમું ટાઈટલ ન મેળવી શકે એવી સ્થિતિમાં હતી.
મેસીએ ઈજાના કારણે મૅચમાંથી એક્ઝિટ કરી ત્યારે બંને ટીમ 0-0થી બરાબરીમાં હતી. જોકે મૅચની છેલ્લી ક્ષણોમાં (112મી મિનિટમાં) આર્જેન્ટિનાના લૉઉટેરો માર્ટિનેઝે ગોલ કરીને આર્જેન્ટિનાને દિલધડક વિજય અપાવ્યો હતો.

એ વિજય મળતાં જ મેસી એકદમ ખુશ થઈ ગયો હતો અને સાથીઓ સાથે તેણે ઐતિહાસિક વિજય સેલિબ્રેટ કર્યો હતો.
આખા આર્જેન્ટિનામાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. આર્જેન્ટિના જાણે 2022 પછી ફરી એક વાર ફિફા વર્લ્ડ કપ જીત્યું એવો આખા દેશમાં માહોલ છે.

https://twitter.com/FOXSoccer/status/1812682899117818299

મેસીની વિક્રમજનક 45 ટ્રોફીની વિગતો…

(1) લા લિગા… 10 ટ્રોફી (બાર્સેલોના)
(2) સ્પૅનિશ સુપર કપ… 7 ટ્રોફી (બાર્સેલોના)
(3) કૉપા ડેલ રે… 7 ટ્રોફી (બાર્સેલોના)
(4) યુઈફા ચેમ્પિયન્સ લીગ… 4 ટ્રોફી (બાર્સેલોના)
(5) યુઈફા સુપર કપ…3 ટ્રોફી (બાર્સેલોના)
(6) ફિફા ક્લબ વર્લ્ડ કપ…3 ટ્રોફી (બાર્સેલોના)
(7) લીગ-વન સ્પર્ધા… 3 ટ્રોફી (પીએસજી)
(8) ટ્રોફી ડેસ ચેમ્પિયન્સ…1 ટ્રોફી (પીએસજી)
(9) લીગ્સ કપ… 1 ટ્રોફી (ઇન્ટર માયામી)
(10) ફિફા અન્ડર-20 કપ… 1 ટ્રોફી (આર્જેન્ટિના)
(11) ઑલિમ્પિક્સ… 1 ટ્રોફી (આર્જેન્ટિના)
(12) કૉપા અમેરિકા… 2 ટ્રોફી (આર્જેન્ટિના)
(13) લા ફિનાલિસીમા…1 ટ્રોફી
(14) ફિફા વર્લ્ડ કપ… 1 ટ્રોફી (આર્જેન્ટિના)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button