આપણું ગુજરાત

હવે કોઈના પણ આધારકાર્ડ પર જીએસટી રજિસ્ટ્રેશન કરાવવાનું નહીં રહે સરળ, જાણો નવો નિયમ

અમદાવાદઃ કોઈપણ બૉગસ બિલિંગ કે જીએસટી ફ્રોડ બહાર આવે ત્યારે ઘણીવાર એમ બને છે કે જેમના નામે જીએસટી નંબર રજિસ્ટર થયો હોય તેમને ખબર પણ ન હોય અને કોઈએ તેમના આધારકાર્ડની ડિટેલ્સ અને મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટર કરાવ્યું છે. આવા કેસ તેમ જ ખોટા જીએસટી રજિસ્ટ્રેશન નંબરે લગતી ગેરરીતિઓને ડામવા રાજ્ય સરકારે જીએસટી સેવાકેન્દ્રો શરૂ કર્યા છે. હવે જો વેપારીઓએ નવો જીએસટી નંબર જોઈતો હશે તો તેમણે જીએસટી સેવાકેન્દ્ર ખાતે રૂબરુ આવવું પડશે અને આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન થશે. આ સાથે તેમના દ્વારા રજૂ કરાયેલા પુરાવાની ખરાઈ થશે અને ત્યારબાદ નંબર મેળવી શકાશે. જે વ્યક્તિના નામે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે એટલે કે જે આધારકાર્ડ નંબર પર રજિસ્ટ્રેશન થયું છે તે એ જ વ્યક્તિ છે કે નહીં અને તેમની જાણ બાદ જ થઈ રહ્યું છે કે નહીં તેની તકેદારી રાખી શકાશે. (GST Registration)

દેશનો પહેલો પ્રોજેક્ટ ગુજરાતમાં
આ અંગે જીએસટી ભવન ખાતે એક પત્રકાર પરિષદમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ અને અધિકારીઓએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં આ પાયલૉટ પ્રોજેક્ટ શરૂ કરવામા આવ્યો છે. રાજ્યમાં 12 કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યા છે. દેસાઈએ દાવો કર્યો હતો કે કેન્દ્રો શરૂ કર્યા બાદ નેવમ્બર 2023થી આજ દિવસ સુધી રજિસ્ટ્રેશન એપ્લિકેશનની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે ખોટા રજિસ્ટ્રેશન કરનારા લોકો પર નિયંત્રણ કરી શકાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે બાકીની તમામ પ્રક્રિયાઓ સરળ અને ઓનલાઈન જ છે. આ નવો નિયમ હાઈ રિસ્કવાળા જે રજિસ્ટ્રેશન નંબર માટે અરજીઓને લાગુ પાડવામાં આવશે. આ સુવિધાને પણ સરળ બનાવવામાં આવી છે. અરજદાર પોતાનો ટાઈમ સ્લોટ બુક કરાવી શકે છે અને માત્ર 20 મિનિટ કે અડધી કલાકમાં વેરિફિકેશન સહિતની કામગીરી પૂરી કરવામાં આવશે. હાલમાં વિવિધ સ્થળોએ 12 કેન્દ્ર શરૂ કરાયા છે, જરૂરિયાત પ્રમાણે તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

ગુજરાતના ટેક્સપેયર્સે આટલું ઠાલવ્યું રાજ્યની તિજોરીમાં
સરકારે આપેલી માહિતી અનુસાર જુલાઈ 2017માં જીએસટી અમલમા આવ્યું ત્યારે ગુજરાતમાં એક્ટિવ ટેક્સપેયર્સની સંખ્યા 5,08,863 હતી જે વધીને જુલાઈ 2024માં 11,97,476 થઈ છે. જે દર્શાવે છે કે ટેક્સપેયર્સની ટકાવારી 135 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2018-2019માં ગુજરાત રાજ્યને જીએસટીપેટે રૂ. 32,030 કરોડની આવક થઈ હતી જે વધીને વર્ષ 2023-2024માં રૂ. 64,576 કરોડ થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે