યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા યુવકને સુરતમાં ડમ્પરચાલકે અડફેટે લેતા મોત
સુરતઃ શહેરમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માત(Accident in Surat)ની ઘટના વધી રહ્યી છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે. પરતું આ નિયમોથી કઈ ફરક પડી રહ્યો નથી. શહેરમાં નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ડમ્પરચાલકો બેફામ બન્યાની ઘટના બની છે. સુરત શહેરના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં એક યુવક ડમ્પરચાલકનો ભોગ બન્યો હતો. જેમાં યુક્રેનથી MBBS અભ્યાસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં રહેતો વિવેક (ઉ.વ.24) યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો. ગત શુક્રવારે સવારે ટુ-વ્હિલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ-વ્હિલરને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત થયું હતું.
મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે, મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. અમારા પર તો આભ તૂટી પડ્યું છે.
જુવાન દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Also Read –