કેનેડામાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ સોલ્ડ-આઉટ, કેનડાના વડા પ્રધાન પણ જસ્ટિન ટ્રુડો પણ હાજર રહ્યા
ટોરંટો: પંજાબના જાણીતા ગાયક અને એક્ટર દિલજીત દોસાંઝ(Diljit Dosanjh)નો જાદુ અમેરિકા અને કેનડામાં પણ છવાયો છે. દિલજીતે તાજેતરમાં જ યુ.એસ.માં ‘ધ ટુનાઈટ શો વિથ જીમી ફેલોન’(The Tonight Show with Jimmy Fallon) માં પરફોર્મ કર્યું હતું, ઉપરાંત કોચેલ્લા(Coachella) મ્યુઝિક ફેસ્ટીવલમાં પરફોર્મ કરીને દિલજીતે ઈતિહાસ રચી દીધો છે. હાલ યુએસ અને કેનેડામાં તેની પંજાબી રોમેન્ટિક કોમેડી ‘જટ્ટ એન્ડ જુલિયટ 3’ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે કેનેડામાં એક પરફોર્મ દમિયાન દિલજીતને મોટી સરપ્રાઈઝ મળી હતી.
દિલજીતે ગયા વિકેન્ડ પર કેનેડામાં ટોરોન્ટો(Toronto)ના ‘રોજર્સ સેન્ટર’માં પરફોર્મ કર્યું હતું, જેમ તેના ચાહકોની ભીડ ઉમટી હતી. દિલજીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બોર્ન ટુ શાઈન જેવા લોકપ્રિય ટ્રેકસાથે શોના સ્નિપેટ્સ શેર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઝૂમતા દેખાઈ રહ્યા છે.
ઉપરાંત તેણે ઇન્સ્ટાગ્રામ ફીડ પર એક વીડિયો પણ શેર કર્યો જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ((Justin Trudeau) તેના શોની સરપ્રાઈઝ વિઝીટ કરતા જોઈ શકાય છે. સફેદ શર્ટ અને બ્રાઉન ટ્રાઉઝર પહેરેલા જસ્ટિને શો પહેલા દિલજીતને શુભેચ્છા પાઠવી. વડા પ્રધાન ટ્રુડો દિલજીતને ગળે મળ્યા હતા. જસ્ટિન ટ્રુડો દિલજીતની ટીમ અને ક્રૂને પણ મળ્યા.
દિલજીતે કેપ્શનમાં લખ્યું, “વિવિધતાએ કેનડાની તાકાત છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ઐતિહાસિક પળે આવ્યા: રોજર્સ સેન્ટરનો શો સોલ્ડ આઉટ રહ્યો!”
જસ્ટિને ટ્રુડો આ જ વિડિયો તેના ઈન્સ્ટાગ્રામ ફીડ પર પણ શેર કર્યો હતો, ઉપરાંત દિલજીત અને તેના ક્રૂ સાથેની તસવીરોની બીજી પોસ્ટમાં શેર કરી.
દિલજિતના ચાહકોએ તેની પોસ્ટના કમેન્ટ કરી અભિનંદન આપી રહ્યા છે.