આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે, એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન(Monsoon in Gujarat)ને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અસહ્ય બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે અને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હવામાન વિષે મોટી આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 10 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ભાવનગર, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ છે. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એકસાથે ઑફશોર ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટબન્સ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં સુરત, નવસારી અને વલસાડના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

જોકે બે દિવસ બાદ મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી શકે છે. આ દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે