ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઈ કાલે ચૂંટણી પ્રચાર માટેની રેલી દરમિયાન હુમલો(Attack on Donald Trump) થયો હતો, જેને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. સદભાગ્યે ટ્રમ્પનો જીવ બચી ગયો કારણ કે ગોળી તેમના કાનને સ્પર્શ કરીને નીકળી ગઈ હતી, જેને કારણે તેમણે સામને સામાન્ય ઈજા જ થઇ. ટ્રમ્પ પરના આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડે(Joe Biden)ને રાષ્ટ્રને નામ સંબોધન કર્યું છે. તેમણે આ હુમલાએ વખોડી કાઢ્યો છે.

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી ચલવવામાં આવી અને એક અમેરિકન નાગરિકનું મોત થયું હતું. ઇતિહાસમાં અગાઉ આપણે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમેરિકાએ ફરી ન જવું જોઈએ. બાઈડેને કહ્યું કે હિંસા ક્યારેય કોઈ પ્રશ્નનો જવાબ નથી રહી. કોંગ્રેસ સભ્યો પર ગોળીબાર હોય, 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલ પર હુમલો, નેન્સી પેલોસીના પતિ પરનો હુમલો, ચૂંટણી અધિકારીઓને ધમકીઓ, સિટિંગ ગવર્નર વિરુદ્ધ અપહરણનું કાવતરું હોય કે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હોય. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી.

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કહ્યું કે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ એક રાષ્ટ્ર તરીકેના આપણા તમામ મૂલ્યોની વિરુદ્ધ છે. ટ્રમ્પ પર થયેલા હુમલાની સંપૂર્ણ અને તુરંત તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

બાઈડેને અમેરિકન લોકો નાગરીકોને કહ્યુકે હત્યાના પ્રયાસ વિશે અટકળો ન લગાવે. તેમણે કહ્યું કે હુમલાખોરના ઈરાદાઓ અથવા કોઈ સંસ્થા અથવા વ્યક્તિ સાથે તેના જોડાણ અંગે અટકળો લગાવવી જોઈએ નહિ.

તેમણે કહ્યું કે તમે જાણો છો કે આ દેશમાં રાજકીય રેકોર્ડ ખૂબ જ ગરમ થઈ ગયો છે. હવે ઠંડા થવાનો સમય આવી ગયો છે અને આમ કરવાની જવાબદારી આપણા બધાની છે. હું યાદ અપાવવા માંગુ છું કે આપણે એક બીજાથી અસંમત હોઈએ છીએ, પરંતુ આપણે દુશ્મનો નથી, આપણે પડોશી છીએ, આપણે મિત્રો છીએ, સહકર્મીઓ છીએ, નાગરિકો છીએ અને સૌથી અગત્યનું, આપણે અમેરિકન છીએ. આપણે સાથે ઊભા રહેવું જોઈએ.

બાઈડેને કહ્યું કે આ ચૂંટણીમાં દાવ ઘણો મોટો છે. મેં ઘણી વખત કહ્યું છે કે આ ચૂંટણીમાં અમે જે પસંદગી કરીશું તે આવનારા દાયકાઓ સુધી અમેરિકા અને વિશ્વનું ભવિષ્ય ઘડશે.

બાઈડેને એમ પણ કહ્યું કે આ ઘટના બાદ રિપબ્લિકન પાર્ટી તેમની ટીકા કરવા જઈ રહી છે. રાષ્ટ્રને સંબોધતા અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, “આવતીકાલે રિપબ્લિકન સંમેલન શરૂ થઈ રહ્યું છે. મને કોઈ શંકા નથી કે તેઓ મારા રેકોર્ડની ટીકા કરશે અને દેશ માટેના મારા વિઝન વિશે વાત કરશે. હું આ અઠવાડિયે દેશભરની યાત્રા કરીશ. અને મારો રેકોર્ડ રાખીશ અને મારા વિઝન, દેશ પ્રત્યેના મારા વિઝન અને આપણા વિઝન વિશે પણ વાત કરીશ.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button