આપણું ગુજરાત

Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક અકસ્માત, ત્રણના મોત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક વહેલી સવારે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આણંદ ગ્રામ્ય પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તેમજ અકસ્માત કયા કારણસર થયો તે હજુ કોઇ માહિતી સાંપડી નથી.

અમદાવાદ શહેરમાં શનિવાર રાત્રે  અકસ્માતની ઘટના

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદ શહેરમાં શનિવાર રાત્રે  અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના SG હાઈવે પર આવેલ પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button