નેશનલ

યોગી આદિત્યનાથની પાર્ટી કાર્યકરોને સલાહ “ભાજપના કાર્યકર્તાઓએ બેકફૂટ પર આવવાની જરૂર નથી”

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રવિવારે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ભાજપના કાર્યકરોએ કોઈપણ સંજોગોમાં બેકફૂટ પર આવવાની જરૂર નથી, કારણ કે તમે તમારું કામ ખૂબ સારી રીતે કર્યું છે. તેમણે રવિવારે અહીં ડો. રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીના આંબેડકર ઓડિટોરિયમમાં યોજાયેલી ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિની એક દિવસીય બેઠકના સમાપન સત્રને સંબોધતા આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે “ભાજપ વિપક્ષમાં હતી એ સમયે કાર્યકર્તાઓએ જનતાની સમસ્યાઓ દૂર કરવા માટે સંઘર્ષ કરતાં હતા અને હવે જ્યારે સત્તામાં છે તો ઉત્તર પ્રદેશમાં સુરક્ષિત વાતાવરણ જોઇ રહ્યા છે. તમે યાદ કરો મોહરમના સમયે રસ્તાઓ ખાલી થઈ જતાં હતા ત્યારે આજે મોહરમ હોય છે તો પણ ખબર નથી પડતી.”

આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…

તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતાને લઈને વાત કરતાં કહ્યું હતું કે “જ્યારે આપણે આત્મવિશ્વાસમાં હોઈએ કે અમે જીતી રહ્યા છીએ, તો સ્વાભાવિક રીતે આ વખતે ક્યાંકને ક્યાંક પરિણામ ભોગવવું જ પડશે.” રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી, ભાજપે માત્ર 33 બેઠકો જીતી હતી, જ્યારે વિપક્ષી સમાજવાદી પાર્ટીએ 37 અને તેના સહયોગી કોંગ્રેસે છ બેઠકો જીતી હતી. અન્ય ચાર બેઠકો અન્ય પક્ષો જીત્યા છે. તો પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP)નું ખાતું પણ નથી ખૂલ્યું.

લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી ભાજપની કાર્યકારી સમિતિની બેઠકમાં યોગીએ કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014, 2017, 2019માં મોટી સફળતા હાંસલ કરી છે અને 2022 અને વિપક્ષને તેની વાસ્તવિક સ્થિતિ સુધી પહોંચાડવાનું કામ અને સતત તેમના પર દબાણ બનાવી રાખ્યું હતું. તેમણે કહ્યું.” તેમાં કોઈ શંકા નથી કે 2014, 2017, 2019 અને 2022ની ચૂંટણીઓમા ભાજપને જે મતોની ટકાવારી મળી હતી તે 2024 માં પણ તમારા બધા કાર્યકરોના સંઘર્ષને કારણે અને રાષ્ટ્રીય નેતૃત્વમાં ભાજપ એટલા મતો મેળવવામાં સફળ થયું છે. પરંતુ મતોના આમતેમ ફંટાઈ જવાને લીધે બેઠકો પર જીત કે હાર નક્કી થતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button