મનોરંજન

પરિવાર સાથે સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કર્યા …..

આ ખાસ ક્ષણ થઇ વાયરલ

ઘરે ગણપતિની પૂજા અને લાલ બાગના રાજાના દર્શન કર્યા બાદ હવે ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવાર સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. અહીં તેમની સાથે તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, પુત્રી ઈશા અને પૌત્રો જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના પૌત્રને ખોળામાં લઈને ગણેશજીના દર્શન કરાવ્યા હતા. આ ખાસ પળનો વીડિયો વાયરલ થયો છે. અંબાણી પરિવારની આ પ્રકારની ભક્તિ લોકોને પસંદ આવી રહી છે.

રવિવારે જ્યારે મુકેશ અને નીતા અંબાણી પરિવાર સાથે પહોંચ્યા ત્યારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ વાતાવરણ જોવા મળ્યું હતું. આનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણી મંદિરમાં પ્રવેશ કરીને ગણપતિ સમક્ષ પૂજા કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે મુકેશ અંબાણીએ તેમની પુત્રી ઈશાના બાળકો કૃષ્ણ અને આદિયાને મંદિરના પૂજારીને સોંપ્યા અને પૂજારીએ તેમને બાપ્પાના ચરણોમાં આશિર્વાદ માટે મૂક્યા અને બાળકોને પરત સોંપ્યા. આ પછી પૂજારીએ પૂજા માટે લાવેલા કપડા ભગવાનના ચરણોમાં મૂક્યા અને અંબાણી પરિવારના સભ્યોના ગળામાં પહેરાવ્યા અને બધાને માથે તિલક પણ કર્યું.

ઈશા અંબાણી સિદ્ધિવિનાયક મંદિરમાં ગુલાબી રંગના કપડામાં જોવા મળી હતી. નીતા અંબાણી પણ તેમની પુત્રી સાથે મેચિંગ કપડામાં જોવા મળ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવાર સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા આવ્યો હોય. અંબાણી પરિવાર ભગવાન ગણેશજીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. મુકેશ અંબાણી ઘણી વાર ખાસ પ્રસંગોએ બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળે છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું પ્રખ્યાત ગણેશ મંદિર છે. આ મંદિર મુંબઈના પ્રભા દેવી વિસ્તારમાં આવેલું છે. દેશભરમાંથી લોકો અહીં ગણપતિની પૂજા અને દર્શન માટે આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ