મુંબઈ-નાશિક હાઇવે પર કન્ટેનરે અનેક વાહનોને મારી ટક્કર: 10થી વધુ ઘવાયા
મુંબઈ: મુંબઈ-નાશિક હાઇવે પર કસારા ઘાટ નજીક ક્ધટેઈનરે રસ્તાને કિનારે ઊભેલા સાતથી આઠ વાહનને ટક્કર મારી હતી. ક્ધટેઇનરનું બ્રેક ફેઇલ થતાં આ અકસ્માત થયો હતો, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ-નાશિક હાઇવે પર કસારા ઘાટ નજીક રવિવારે આ અકસ્માત થયો હતો, જેમાં ઘવાયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ-નાસિક હાઇ-વે પર મુસાફરોના બેહાલઃ ૪ કલાકની મુસાફરી ૧૦ કલાકમાં
હાઇવે પરથી પસાર થઇ રહેલા ક્ધટેઈનરનું બ્રેક ફેઇલ થયું હતું, જેને કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને ક્ધટેઈનર રસ્તાને કિનારે ઊભેલા સાતથી આઠ વાહનો સાથે ભટકાયું હતું. અકસ્માતમાં છથી સાત વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને કારણે ઘણા સમય સુધી હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.