જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકી ઠાર; હાલ ઓપરેશન ચાલુ
શ્રીનગર: આજે 14 જુલાઇ રવિવારે ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો જો કે સેનાએ આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સાથે જ આતંકીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો:
વર્તમાન સમયની સ્થિતિએ જોતાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. વળી તે જ મહિનામાં, 8 જુલાઈ, 2024 ના રોજ, ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે કઠુઆના બદનોટા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સેનાંની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ સૈનિકો શહીદ થયા હતા અને આઠ જવાનો ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સેનાની પોસ્ટ પર તૈનાત જવાનો પર અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં એક એક જવાન ઘાયલ થયો હતો.
આ પણ વાંચો : Budget: સામાન્ય લોકો પર ઇન્કમ-ટેક્સનો બોજ ઘટાડવાનો સરકારને અનુરોધ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે સુરક્ષા દળો સતત જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાને બે જગ્યાએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા.