નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળના એનડીએએ ત્રીજી વખત સરકાર બનાવી. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા પછી મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારતની સાથે વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા તરીકે લોકપ્રિયતા મેળવી છે, જે અન્વયે નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (Social Media X પ્લેટફોર્મ) પર પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા 100 મિલિયન એટલે 10 કરોડની થઈ છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીના 100 મિલિયન એટલે 10 કરોડ ફોલોઅર્સ થયા છે. એની સાથે વડા પ્રધાન મોદીના સૌથી વધુ ફોલોઅર્સ થયા છે. એની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરનારા નેતા બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીના એક્સ પરના ફોલોઅર્સની સંખ્યામાં 30 મિલિયન યૂઝર્સની સંખ્યા વધી છે.
આ પણ વાંચો : Anant Radhika Wedding : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને નવયુગલે લીધા આશીર્વાદ
અન્ય નેતાઓના ફોલોઅર્સની વાત કરીએ તો તમામ નેતાઓમાં પીએમ મોદી મોખરાના સ્થાને છે, જ્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના 26.4 મિલિયન ફોલોઅર્સ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના 19.9 મિલિયન અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના 7.4 મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત, આરજેડીના લાલુ પ્રસાદ યાદવના એક્સ પર 6.3 મિલિયન, તેજસ્વી યાદવના 5.2 મિલિયન, જ્યારે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના 38.1 મિલિયન, તુર્કેયના વડા પ્રધાન 21.5 મિલિયન, યુએઈના શાસક એચએચ શેખ મહોમ્મદના 11.2 મિલિયન અને પોપ ફ્રાન્સીસના 18.5 મિલિયન ફોલોઅર્સ છે.
રાજકારણીઓ જ નહીં, પીએમ મોદીએ ગ્લોબલ સ્પોર્ટસસ્ટારને પાછળ મૂકી દીધા છે.
સોશિયલ મીડિયા એક્સ પર વિરાટ કોહલીના 64.1 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે બ્રાઝિલના ફૂટબોલ ખેલાડી નેમાર જુનિયરે એક્સ પર 63.6 મિલિયન અને બાસ્કેટબોલના ખેલાડી લેબ્રોન જેમ્સના 52.9 મિલિયન ફોલોઅર્સ છે. હોલીવુડની સ્ટાર ટેલર સ્વિફ્ટના 95.3 મિલિયન, લેડી ગાગાના 83.1 મિલિયન અને કિમ કાર્દશિયનના 75.2 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે આ બધા કલાકારો કરતા પીએમ મોદી અગ્ર ક્રમે છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે પીએમ મોદીના ફોલોઅર્સની સંખ્યા સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ પર જ નહીં, યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ મોટો ફોલોઅર્સ છે. યુટયુબ પર 25 મિલિયન અને ઈન્સ્ટાગ્રામ પર 91 મિલિયન ફોલોઅર્સ છે.