આમચી મુંબઈમહારાષ્ટ્ર

આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ શિંદેને મળ્યા: રાજનીતિ, સહકાર પર ચર્ચા કરી

મુંબઈ: આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર મળ્યા હતા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને માળખાકીય સુવિધાઓ અને અર્થતંત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયે એવી માહિતી આપી હતી કે બંને મુખ્ય પ્રધાનોએ તેમના રાજ્યો વચ્ચે સહકારમાં વધારા અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુ, મહારાષ્ટ્રના પીડબલ્યુડી પ્રધાન દાદા ભુસે, શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે હાજર હતા.

આ પણ વાંચો: Breaking: નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવશે? શરદ પવાર બંને સાથે સંપર્કમાં

શિંદેના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને મુખ્યપ્રધાનોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે લગભગ અડધો કલાક વાતો કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે ચર્ચામાં અન્ય મુદ્દાઓ સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિને આવરી લેવામાં આવી હતી.
શિંદે અને નાયડુએ બંને રાજ્યો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક વિનિમય અને સહકાર પર પણ ચર્ચા કરી હતી. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ડિજિટલ ક્ષેત્રમાં તકોના વિસ્તરણ સંબંધિત મુદ્દાઓની વાતો કરી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

શિંદેની શિવસેના અને નાયડુની તેલુગુ દેશમ પાર્ટી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button