સ્પોર્ટસ

છેલ્લી ટી-20માં ભારત માટે સૅમસન બન્યો તારણહાર

હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વે સામેની પાંચમી અને છેલ્લી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 167 રનનો સાધારણ સ્કોર નોંધાવ્યો હતો. ભારતની ‘બી’ ટીમને સિરીઝ જિતાડવામાં બોલર્સ ઉપરાંત ટૉપ-ઑર્ડરનું મોટું યોગદાન રહ્યું છે, પરંતુ રવિવારની આ મૅચમાં ટૉપ-ઑર્ડર નિષ્ફળ ગયો હતો અને બધો બોજ મિડલ-ઑર્ડર પર આવી ગયો હતો. સંજુ સૅમસન (Sanju Samson) ભારતીય ટીમ માટે તારણહાર બન્યો હતો.

શનિવારનો મૅન ઑફ ધ મૅચ યશસ્વી જયસ્વાલ 12 રન, કૅપ્ટન શુભમન ગિલ 13 રન અને વનડાઉન બૅટર અભિષેક શર્મા 14 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો ત્યાર બાદ વિકેટકીપર સંજુ સૅમસન (58 રન, 45 બૉલ, ચાર સિક્સર, એક ફોર)એ જવાબદારી સંભાળી લીધી હતી અને સૌથી મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને બીજી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. તેણે પ્રથમ હાફ સેન્ચુરી બે વર્ષ પહેલાં આયરલૅન્ડ સામે (77 રન) ફટકારી હતી.

ભારતે 40મા રને ગિલની વિકેટ ગુમાવી ત્યાર બાદ ગિલ અને ઋતુરાજ ગાયકવાડના સ્થાને ઇલેનનમાં સમાવવામાં આવેલા રિયાન પરાગ (24 બૉલમાં એક સિક્સરની મદદથી બાવીસ રન) વચ્ચે ચોથી વિકેટ માટે 65 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ટી-20 વર્લ્ડ કપનો ચૅમ્પિયન ખેલાડી શિવમ દુબે ટૂંકી ઇનિંગ્સ રમ્યો હતો. તેણે 12 બૉલમાં બે સિક્સર, બે ફોરની મદદથી 26 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : છેલ્લી ટી-20માં ભારતની પ્રથમ બૅટિંગ, ટીમમાં કર્યા બે ફેરફાર

ઝિમ્બાબ્વે વતી બ્લેસિંગ મુઝારાબનીએ સૌથી વધુ બે વિકેટ તેમ જ કૅપ્ટન સિકંદર રઝા, રિચર્ડ ઍન્ગારાવા તથા બ્રેન્ડન માવુટાએ એક-એક વિકેટ લીધી હતી.ભારત 3-1થી સિરીઝ જીતી ચૂક્યું છે.

ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. પેસ બોલર ખલીલ અહમદના સ્થાને ફરી મુકેશ કુમારને રમવાનો મોકો અપાયો છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ રિયાન પરાગને ફરી ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેએ સતત ચાર મૅચ રમનાર પેસ બોલર ટેન્ડાઈ ચટારાના સ્થાને બ્રૅન્ડન માવુટાને મોકો આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button