મનોરંજન

Emraan Hashmiને છે Aishwarya Rai-Bachchan માટે આ શું કહ્યું?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના તેના વણસેલા સંબંધને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે બોલીવૂડના સિરિયલ કિસર ગણાતા ઈમરાન હાશ્મી (Bollywood Actor Emraan Hashmi)એ પણ ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને એક નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં ઈમરાન હાશ્મીએ કહ્યું હતું કે ઐશ્વર્યાને પ્લાસ્ટિક કહીને બોલાવવાનો મને અફસોસ છે અને આ માટે હું એની માફી માંગવા માંગુ છું.
ઈમરાન હાશ્મીએ અત્યાર સુધીમાં અનેક બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તેની વેબ સીરિઝ શો ટાઈમનો પાર્ટ ટુ રિલીઝ થવા જઈ રહ્યો છે. આ સીરિઝના પ્રમોશન માટે આપેલા એક ઈન્ટરવ્યુમાં ઈમરાન હાશ્મીએ એ કિસ્સા વિશે ખુલીની વાત કરી હતી જ્યારે તેણે ઐશ્વર્યાને પ્લાસ્ટિક કહીને બોલાવી હતી. આ વાત માટે મને પસ્તાવો છે અને આવું કરવા માટે હું ઐશ્વર્યાની માફી માંગવા માંગુ છું.

ઈન્ટરવ્યુમાં ઈમરાન હાશ્મીને પૂછવામાં આવ્યું હતું કે શું તને ઐશ્વર્યાને પ્લાસ્ટિક કહેવાનો અફસોસ છે? આ સવાલ સાંભળતા જ ઈમરાન હાશ્મીએ કહ્યું કે હા મને એ વાતનો પસ્તાવો છે. મને ઐશ્વર્યા માટે ખૂબ જ માન છે અને આ કમેન્ટ અયોગ્ય છે. ઐશ્વર્યાને પણ આ વાતથી ખૂબ જ ખરાબ લાગ્યું હતું અને આ માટટે હું એની માફી માંગવા માંગુ છું.

આ પણ વાંચો : તો શું ઐશ્વર્યા રાયે બદલો લીધો? અંબાણીના આશિર્વાદ સમારોહમાં એવા વસ્ત્રો પરિધાન કર્યા કે…

ઈમરાને આગળ એવું પણ જણાવ્યું હતું કે એ સમયે અમે એક શોમાં ગેમ રમી રહ્યા હતા અને એને એક ગેમ તરીકે જ જોવું જોઈતું હતું. શોમાં આવી અનેક પ્રકારની ગેમ રમાતી હોય છે. લોકો પહેલાં આટલા સંવેદનશીલ નહોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કરણ જોહરના શો કોફી વિથ કરણના એક એપિસોડમાં ઈમરાન હાશ્મીએ ઐશ્વર્યા રાયને પ્લાસ્ટિક કહીને બોલાવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઈમરાન હાશ્મીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એ સમયે ઈમરાન હાશ્મીએ કહ્યું કે હું બસ હેમ્પર જિતવા માંગતો હતો એટલે મેં એ વાત કહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button