નેશનલ

I.N.D.I.A ગઠબંધનને 13માંથી 10 બેઠક મળી, ભાજપને ભારે નુક્સાન

નવી દિલ્હીઃ દેશના સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ માત્ર બે બેઠકો પર સમેટાઈ ગયું છે. વિરોધ પક્ષોના નેતાઓનું કહેવું છે કે આ પરિણામો I.N.D.I.A એલાયન્સની તરફેણમાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો પર ચૂંટણી હતી, જેમાંથી કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક જીતી હતી. મમતા દીદીએ પશ્ચિમ બંગાળની ચારેય બેઠકો જીતી, ત્યાં ભાજપનો સફાયો થયો હતો. પંજાબની એક સીટ પર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

ઉત્તરાખંડમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસે બંને બેઠકો જીતી હતી. તમિલનાડુમાં એક સીટ હતી, જ્યાં ડીએમકે જીતી હતી, એક સીટ મધ્ય પ્રદેશમાં હતી, જ્યાં ભાજપે જીત મેળવી હતી અને બિહારમાં એક સીટ પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જીતી હતી. આ જીતે ભાજપને વિચારવા મજબૂર કરી દીધા છે.

આ પણ વાંચો : બંધારણ હત્યા દિવસની જાહેરાત પર Congress નારાજ, કહ્યું ભાજપે ભૂતકાળ ભૂલવો જોઇએ

બંગાળમાં મમતા દીદી ફરી એક વાર અડીખમ બનીને ઊભર્યા છે. તેમની સામે વિપક્ષ પણ ટકી શક્યો નથી. પશ્ચિમ બંગાળમાં 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી અને આ ચારે બેઠક ટીએમસીએ જીતી લીધી છે. અહીં ભાજપને 3 બેઠકોનું નુકસાન થયું છે, કારણ કે જે 4 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી 3 ભાજપ પાસે હતી.

ઉત્તરાખંડમાં 2 બેઠકો બદ્રીનાથ અને મેંગ્લોર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ બંને બેઠકો હવે કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે. જેમાંથી એક બેઠક અપક્ષ અને એક બેઠક કોંગ્રેસ પાસે હતી. આ રીતે કોંગ્રેસને અહીં એક બેઠકનો ફાયદો થયો છે. પહાડી રાજ્ય હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો થયો છે. જે ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં અપક્ષ ઉમેદવારો હતા. પેટાચૂંટણી બાદ કોંગ્રેસે 2 અને ભાજપે 1 સીટ જીતી છે. મધ્યપ્રદેશની અમરવાડા બેઠક હવે ભાજપના ખાતામાં ગઇ છે. અપક્ષ ઉમેદવાર શંકર સિંહે બિહારની રુપૌલી વિધાનસભા સીટ જીતીને બધાને ચોંકાવી દીધા છે. પંજાબ અને તમિલનાડુમાં પણ ભાજપ એકપણ સીટ જીતી શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button