આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

સાઉથ આફ્રિકામા રાજકોટના યુવાનને ચોરીના આરોપમાં કંપનીના માલિકે બનાવ્યો બંધક

રાજકોટ: રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો અને બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયેલ યુવક પર ચોરીમો આરોપ લગાવી તેના જ માલિક દ્વારા અપહરણ કરી એક મહિનાથી તેને બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કંપનીના માલિક દ્વારા યુવકના પરિવારજનોને વિડીયો કોલ કરીને આઠ હજાર ડોલર એટલે કે વીસ લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી. જો કે આ બાદ પરિવાર ભારતીય એમ્બેસી અને સ્વામિનારાયણ સંતો પાસે મદદ માટે ગયા હતા પણ હજુ સુધી કોઇ મદદ મદદ મળી નથી અને હવે પરિવાર સરકાર પાસે મદદની ગુહાર લાવી રહ્યા છે.

હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કોરિયા નામનો યુવક બે વર્ષ પૂર્વે આફ્રિકા ગયો હતો. જ્યાં તેણે બે વર્ષ સુધી નોકરી કર્યા બાદ રાજકોટના જ લોધિકાના વતની મેહુલ ગોહેલની આફ્રિકાના કિન્શાસા ખાતેની બોરવેલની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. અહી તે કંપનીના તમામ આર્થિક વહીવટ સંભાળતો હતો અને આ દરમિયાન કંપનીના હિસાબમાં આઠ હજાર ડોલરની ચૂક થઈ જતાં તેના પર ચોરી કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો અને જૂન મહિનાની 3જી તારીખથી કંપનીના માલિકે તેને બંધક બનાવીને એક રૂમમાં પૂરી દીધો હતો.

કંપનીના માલિક દ્વારા જ જેને બંધક બનાવ્યા બાદ તેના પરિવારને વિડીયો કોલ કરીને હિસાબમાં ગુમ થયેલી રકમ કે જે ભારતીય ચલણ મુજબ રૂ. 6.80 લાખ રૂપિયા ચૂકવવાની માંગ કરી હતી. જો કે બાદમાં પરિવાર આ રકમ ચૂકવવા તૈયાર થયા હતા પણ બાદમાં 22.50 લાખ રૂપિયા ચૂકવવાની માંગણી કરવામાં આવતા પરિજનો મુંજાયા હતા. અગાઉ નક્કી કરેલી રકમ પરિવાર મકાન વેંચીને આપી શકે તેમ હતા પરંતુ બાદમાં મોટી રકમની માંગ કરવામાં આવતા પરિવારજનો પાસે વ્યવસ્થા થઈ શકે તેમ નથી. કંપનીના માલિકે હજુ સુધી જયને મુક્ત કર્યો ન હતો અને બંધક બનાવી એક રૂમમાં ગોંધી રાખ્યો છે.

કોરોના બાદ જય પૈસા કમાવવા માટે આફ્રિકા ગયેલ યુવાન પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ત્યારબાદ હિસાબમાં થયેલી ભૂલના લીધે તેને બંધક બનાવવામાં આવ્યો છે. આ બાદ પરિવારજનો દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમ્બેસી દ્વારા તપાસ કરીને જવાબ આપશે તેવું જણાવ્યા બાદ પણ જય બાબતે કોઈ પ્રત્યુતર આપ્યો નથી. જયને કેદ કરનાર મેહુલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો હોય આ બાબતે સ્વામિનારાયણ સંતોને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આ બાદ આઠ લાખ રૂપિયા ચુકવ્યા બાદ જયને છોડી આપવાની વાત કરી હતી. પરંતુ અંતે મેહુલ પલટી ગયો હતો અને 22 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…