આપણું ગુજરાતદક્ષિણ ગુજરાતનેશનલસુરત

સુરતમાં વડાપ્રધાન મોદીની તસવીર વાળો હીરો રજુ કરાયો, જુઓ વિડીયો

સુરત: ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સીટી(Surat Diamond city) તરીકે જાણીતું છે, એહવાલ મુજબ દેશ અને દુનિયામાં પોલીશ થતા 14 હીરામાંથી 11 ગુજરાતના સુરત શહેરમાં પોલીશ કરવામાં આવે છે. હાલ સુરતમાં ડાયમંડનું એક્ઝીબીશન(Diamond Exhibition) ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં શહેર અને દુનિયાની જાણીતી ડાયમંડ કંપનીઓએ તેમના સ્ટોલ લગાવ્યા છે, જેમાં અવનવા ડાયમંડ જોવા મળી રહ્યા છે. આ એક્ઝીબીશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની તસવીર સાથેનો હીરો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

એસકે કંપની (SK Diamond) દ્વારા આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો, કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે આ હીરો શરૂઆતમાં 40 કેરેટનો લેબ્રોન ડાયમંડ હતો. જો કે, આકાર માટે તેને કાપીને પોલિશ કર્યા પછી તેનું કદ ઘટાડીને આઠ કેરેટ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Anant Radhika Wedding : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને નવયુગલે લીધા આશીર્વાદ

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સિંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળા હીરાને જોવા માટે પહોંચ્યા હતા. સુરત શહેરના સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે લેબ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતી કંપની એસકે ડાયમંડના માલિક કિરણ સુથારે લેસર કટિંગ દ્વારા 8 કેરેટના હીરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર વાળો હીરો રજુ કર્યો છે.

ઉદ્યોગપતિ કિરણ સુથારે જણવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે અમારી લાગણી વ્યક્ત કરવા માટે અમે હીરાની અંદર મોદીજીની તસવીર બનાવી છે. જે રીતે મોદીજીને તેમના કામમાં મુશ્કેલીઓનો સામનો પડે છે, એમ આ હીરાને બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ હીરાને બનાવવામાં લગભગ 25 થી 30 દિવસનો સમય લાગ્યો હતો અને 15 થી 20 કારીગરોએ મહેનત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button