મનોરંજન

અરે બાપરે…રણવીરની હાજરીમાં દીપિકાને કિસ કરવાની હિંમત કોણે કરી?

ભારતીય જીવનમાં હજુ પણ જાહેરમાં કોઈને કીસ કરવી એકદમ સામાન્ય માનવામાં આવતું નથી. બોલીવૂડ અને એક એલાઈટ ક્લાસ હવે ગ્રિટિંગ કરવા કિસિંગ કરે છે. વાત તો બોલીવૂડની કિસની જ છે. એક વાયરલ વીડિયોમાં પ્રેગનન્ટ દીપિકા પદુકોણને કોઈ કિસ કરી રહ્યું છે અને પાસે પતિ રણવીર સિંહ પણ ઊભો છે.

(Deepika-Ranveer) આ વાયરલ વીડિયો બીજા ક્યાંયનો નહીં પણ વિશ્વભરમાં જેની ચર્ચા થાય છે તે અંબાણી પરિવાર આયોજિત લગ્ન સમારોહનો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 12 જુલાઈના રોજ થયા હતા. (Anant-Radhika wedding)આ કપલના લગ્નમાં અડધેઅડધું બોલીવૂડ ઉતરી આવ્યું હતું અને તે પણ માત્ર શૉ બિઝ તરીકે નહીં, પણ પરિવારના સભ્યો તરીકે નાચતા-ગાતા ને મોજ કરતા જોવા મળ્યા હતા.

https://twitter.com/srkdeepikaholic/status/1812163020694466856

આ દરમિયાન અનંત અને રાધિકાના લગ્નનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં લાલજોડામાં સજજ દીપિકા અને પતિ રણવીરને કોઈ મળવા આવે છે અને પહેલા દીપિકાને પ્રેમથી ભેટી કિસ કરે છે અને પછી રણવીરને પણ ગળે મળી ગ્રીટ કરે છે. બસ ઈન્તઝારીની ઘડીઓ પૂર થઈ ગઈ તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ બોલીવૂડના બાદશાહ શહરૂખ ખાન છે. દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ એસઆરકે સાથે હતી અને પછી બન્નેએ ઘણી સારી ફિલ્મો આપી. હમણા પઠાણ અને જવાનમાં પણ તે એસઆરકે સાથે જોવા મળી હતી.

| Also Read: Sarfira Review: અક્ષયને ચમકાવતી આ સાઉથની રિમેક કેટલી ઉડાન ભરશે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણને કિસ કરીને શુભેચ્છા પાઠવે છે. આ પછી તેને ગળે લગાવે છે.

દીપિકા પાદુકોણને મળ્યા પછી, શાહરૂખ ખાન તેની બાજુમાં બેઠેલા રણવીર સિંહ સાથે હાથ મિલાવે છે અને પછી તેને ગળે લગાવે છે. કિંગ ખાન તેની તબિયત વિશે પૂછીને જતો રહે છે. આ પહેલા શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે અનંત-રાધિકાના લગ્નમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના ચરણ સ્પર્શ કરતા અને આશીર્વાદ લેતા જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button