અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત, ત્રણ ઘાયલ

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર અકસ્માતનો સિલસિલો (Ahmadabad SG Highway accident) યથાવત છે. ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 1લી જુલાઈએ બોપલ એસપી રિંગરોડ પર 200ની સ્પીડે ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતાં.

મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત:
ગત મોડી રાત્રે એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો છે. શહેરના એસજી હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કુરચો બોલી ગયો છે. જેમાં અલ્પેશભાઈ ગાગડેકર (ઉ.વ.30)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં મયુરભાઈ સિંધી (ઉ.વ.26) યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય કમલભાઈ સિંધી (ઉ.વ. 28)ને હોસ્પિટલના તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

| Also Read: Ahmedabad માં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇ

1લી જુલાઈ અકસ્માતમાં ત્રણ લોકોના મોત
1લી જુલાઈએ શહેરમાં બોપલબ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને પણ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર અન્ય થાર ગાડી સાથે અથડાઈ હતી. જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલી અજીત કાઠી નામની વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલી બે વ્યક્તિનાં મોત થયાં નીપજ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, ફોર્ચ્યુનરની સ્પીડ 200ની હતી. કારનું સ્પીડમીટર 200 પર બંધ થયેલું દેખાય હતું. એફએસએલ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button