આપણું ગુજરાત

Gujarat માં આજથી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃગુજરાતમાં(Gujarat)અત્યાર સુધીમાં લગભગ તમામ તાલુકા-જિલ્લામાં વરસાદનીએન્ટ્રી થઈ ચુકી છે. ત્યારે  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ મેઘરાજાએ નવસારી, વલસાડ અને ડાંગ સહિતના દક્ષિણ જિલ્લામાં મેઘ તાંડવ મચાવ્યું હતું. આજે પણ ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

| Also Read: Gujarat weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની અગાહી

સોમવારે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સોમવારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

મંગળવારે તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા મંગળવાર માટે ભારેથી અતિભારે વરસાદ સમગ્ર ગુજરાત જોવા મળી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બુધવારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે બુધવાર માટે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…