મરણ નોંધ

હિન્દુ મરણ

ગોરેગામ, મુંબઈ નિવાસી મણીલાલ જગજીવનદાસ રાજવીર (ઠક્કર)ના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રીકા મણીલાલ રાજવીર (ઉં.વ. ૮૧) તે શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે વસંતલાલ રાજવીર તથા ચંપાબેન મજીઠીયાના ભાભી. સ્વ. વસરામ ભીમજીભાઈ કતીરાના દીકરી. હર્ષાના માતુશ્રી. દર્શિકાના નાની. નરેશકુમારના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોળી પટેલ
મૂળ ગામ ધમડાછા નિવાસી હાલ મલાડ સ્થિત દલપતભાઇ છગનલાલ પટેલ (ઉં. વ. ૮૪) ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના રોજ પ્રભુશરણે થયેલ છે. તે જશવંતીબેનના પતિ. નીતા, જયશ્રી, કેતન, કમલેશના પિતાજી. ધર્મેન્દ્ર, ચેતન, રૂપલ અને કવિતાના સસરા. સ્વ. છગનભાઇ અને સ્વ. ગંગાબેનના પુત્ર. સ્વ. રણછોડભાઇ અને સ્વ. વિજયાબેનના જમાઇ. રમાબેન, સ્વ. ધનુબેન અને નટવરભાઇના ભાઇ. પ્રાર્થનાસભા-બેસણું : તા. ૧૫-૭-૨૪ના સોમવારે બપોરે ૧-૩૦થી . લૌકિક વ્યવહાર બંધ છે. ઠેકાણું: રૂઇયા હોલ, સ્ટેશન રોડ, રેલવે ક્રોસિંગની પાસે, મલાડ (વેસ્ટ).
કોળી પટેલ
ગામ વેસ્માના શાંતુભાઈ પટેલના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૬૯) ગુરુવાર ૧૧.૭.૨૪ના દેવલોક પામ્યા છે. તે યોગેશભાઈ, ધર્મેશભાઈ, અનીતાબેનના માતોશ્રી. જયેશભાઈ, કાજલબેન, વૈશાલીબેનના સાસુ. આરવ, કેનીલ, વિરજના દાદી. યશના નાની. તેમનું બેસણું તા. ૧૫.૭.૨૪ સોમવાર અને પૂછપાણી તા. ૨૨.૭.૨૪ સોમવારના ૫.૦૦ થી ૬.૦૦. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ભીંડોરા (સૌરાષ્ટ્ર) હાલ ગોરેગામ અ. સૌ. માધુરી લાખાણી (ઉં.વ. ૭૨) તે કાંતિલાલ માધવજી લાખાણીના પત્ની. હિતેશ, ભાવેશ, ધ્રુવેશના માતા. ધારા, કોમલ, મિત્તલના સાસુ. મૂળ કોડિનાર (સૌરાષ્ટ્ર) સ્વ. જેઠાલાલ દયાળજી ઠક્કરના પુત્રી. શુક્રવાર, તા. ૧૨-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫-૭-૨૪ના ૧૦ થી ૧૨ અનમોલ ટાવર, બેન્કવેટ હોલ, ગોવિંદજી શ્રોફ રોડ, પટેલ પેટ્રોપ પમ્પની સામે, એસ. વી. રોડ, ગોરેગામ વેસ્ટ.
ઔદિચ્ય બ્રાહ્મણ
ગોરેગામ નિવાસી અ. સૌ. કલ્પનાબેન જાની (ઉં.વ. ૭૬) તે રમેશચંદ્ર પ્રહલાદરાય જાનીના ધર્મપત્ની. સ્વ. અનંતરાય મુગટરામ ભટ્ટ (શિહોર)ના પુત્રી. સ્વ. પ્રહલાદરાય બી. જાની (સુરેન્દ્રનગર)ના પુત્રવધૂ. સૌ. ધારા, પ્રણવના માતુશ્રી તા. ૧૨-૭-૨૪, શુક્રવારના કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી લોહાણા
સ્વ. પુષ્પાબેન નારણજી ઠક્કર (ભંગદે)ના સુપુત્ર શ્રી વિપુલભાઈ ઠક્કર (ઉં.વ. ૬૪) ગામ વરાડિયા, હાલ-ઘાટકોપર, તે વર્ષાબેનના પતિ. સ્વ. શાંતાબેન મોરારજી ઠક્કર (ગામ કેરા)ના જમાઈ. માનસી વિરાજ સંઘરાજકા અને દીપના પિતાશ્રી. નીમુબેન જતીનભાઈ માટ્રેજા, સ્વ. રાજેશભાઈ, પ્રીતિબેન તેમજ ચેતનના ભાઈ તથા નયનાબેનના દિયર. ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના અનંતની યાત્રાએ પ્રયાણ કરેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૭-૨૪ના રવિવારે ૫થી ૬.૩૦. સ્થળ: લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
પોરબંદર (ઓળદર) નિવાસી હાલ કાંદીવલી સ્વ. અમરતબેન લાલજીભાઈ કારિયાના પુત્ર કાનજી કારિયા (ઉં.વ. ૮૮), ગોપાલદાસ કારિયાના મોટાભાઈ. જ્યોતિ ગોપાલદાસના જેઠ. ચિન્ટુ, ધીરેન અને હિરેનના બાપુજી. ખુશી, દેવ તથા ઋત્વીના મોટાબાપુ. લલીતાબેન મુળજી ઠકરાર, કંકુબેન ગોરધનદાસ આભાણી, મુક્તાબેન વજુભાઈ ગણાત્રાના ભાઈ, તા. ૧૨.૭.૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫.૭.૨૪ સોમવાર ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ: પાવનધામ, ગ્રાઉન્ડ ફ્લોર, મહાવીર નગર, કાંદીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા નગર
પિલવાઇ નિવાસી હાલ વિરાર હર્ષાબેન શાહ (ઉં.વ. ૬૮) તે રજનીકાંત કાંતિલાલ શાહના ધર્મપત્ની. ચંપકલાલ, નવનીતભાઈ, સ્વ. બાલમુકુંદભાઈ, કિરીટભાઈ, સ્વ. વાસંતીબેન, સ્નેહલતાબેનના ભાભી. બીજલબેન પારસકુમાર શાહ, નિધીબેન વિકીકુમાર ગાંધીના માતુશ્રી. આસ્થા, આરવ તથા આર્યનના નાની. ચંદ્રકાન્ત રમણલાલ વૈદ્ય, સ્વ. તારાબેન શાહના બહેન તે તા. ૧૦/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪/૭/૨૪ના ૪ થી ૬. આબિલ ભવન, હવેલીની સામે, વિરાર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
મોટા ગુંદાળા હાલ કાંદિવલી પંકજ માધાણી (ઉં.વ. ૬૮) તે સ્વ. નટવરલાલ પ્રભુદાસ માધાણી તથા સ્વ. મૃદુલાબેનના પુત્ર. દર્શનાબેનના પતિ. સ્વ. ચત્રભુજ નરસીદાસ વજીરના જમાઈ. અનિલ, સ્વ. દક્ષા દિલીપભાઈ કોઠારી, ગં.સ્વ. પન્નાબેન હેમેન્દ્ર શાહના ભાઈ. ગં.સ્વ. રમાબેન ભીખાલાલ , ગં.સ્વ. લીલીબેન રમણીકલાલ, ગં.સ્વ. જ્યોત્સનાબેન જયંતીલાલ, અ.સૌ. નીતાબેન પ્રમોદકુમાર, હસમુખભાઈ, દિલીપભાઈના બનેવી. તા. ૧૧/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
શિહોર નિવાસી હાલ બોરીવલી સુરેશ દુલેરાય ભુતા (ઉં.વ. ૭૭) તે ૧૧/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. હિમાંશુ-લાજુ, પ્રિયેશ-અર્ચના, નીરવ-વિશાખાના પિતા. સ્વ. નાગરદાસ લક્ષ્મીદાસ મહેતાના જમાઈ. જીતેન્દ્ર, કિશોર, અનિલ, શર્મિષ્ટા સ્વ. છોટાલાલ, કુસુમ ભરતકુમારના ભાઈ, સ્વ. મુકુંદભાઈ, નરેન્દ્રભાઈ પ્રતાપરાય મહેતાના ભાણેજ. પ્રાર્થનાસભા ૧૪/૭/૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. કોરાકેન્દ્ર હોલ, ગોલડન ડેલિક્સી હોટલ નજીક, બોરીવલી વેસ્ટ.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
હાલ બોરીવલી પ્રવિણાબેન નરહરિ વૈદ્ય (મચ્છર) તે સ્વ. નરહરિ ભાઈશંકર વૈદ્ય અને સ્વ. હિરાબેન વૈદ્યના સુપુત્રી. પ્રભાકર વૈદ્યના બહેન. ધનજી મુલજી વાઢેરનાં ભાણેજ તા. ૭/૭/૨૪ના શ્રીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪/૭/૨૪ રવિવારના ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ: જય ચિત્રકૂટ કો.ઓ. સોસાયટી હોલ, ગ્રાઉન્ડ ફલોર, રાહેજા એસ્ટેટની સામે, કુલુપ વાડી, નેશનલ પાર્ક પાસે, બોરીવલી (ઇ.).
કચ્છી લોહાણા
સ્વર્ગીય મધુબેન (વિશાખા બેન ) રૂપારેલ (ઉં.વ. ૭૬) ગામ બીટ્ટા હાલ વિલેપાર્લે તા. ૧૨/૭/૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. વિઠ્ઠલદાસ હંસરાજ રૂપારેલના ધર્મપત્ની. પ્રેમલ, રાહુલ, નિશાના માતુશ્રી. કિરણબેન, હેતલબેન, જયોર્જના સાસુજી. રતિલાલભાઈ, સ્વ. રમાબેન, મૂળરાજભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. વસંતકુમાર, કુસુમબેન રૂપારેલ, અશોકભાઈ, મીતાબેન રૂપારેલના ભાભી. સ્વ. સરસ્વતીબેન ઠાકરશી ભીંડેના મોટાદીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૪/૭/૨૪ રવિવારના ૫ થી ૬:૩૦. ચતવાણી બાગ, ગોખલે રોડ નવપાડા, વિલે પાર્લે ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
કૌકાવાળા -હાલ બોરીવલી ગં.સ્વ. મંજુલાબેન પરશોત્તમદાસ વરજીવન પારેખ (શાહ)ના સુપુત્ર યશવંતભાઈ શાહ (પારેખ)ના ધર્મપત્ની સૌ. શ્રીમતી પારૂલબેન (ઉં.વ. ૫૮) તા. ૧૨ જુલાઈ ૨૦૨૪ને શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે એકતાના માતુશ્રી. ચંદ્રકાંત-કુંદન, ધર્મેન્દ્ર-નિલા, સૌ. વિમળા (વર્ષા)બેન- રમેશચંદ્ર ગાંધી, સૌ. રજનિકા (રીટા)બેન-વિજયકુમાર કરવતના ભાભી. સ્વ. રંજનબેન રમણીકલાલ નાથાલાલ સંઘવીના દિકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. એ-૪૦૨, ક્રિશીવ હેરીટેજ, કેનેરા અને આઇસીઆઇસીઆઈ બેંકની ઉપર, દત્તપાડા ફાટકની બાજુમાં, દત્તપાડા બોરીવલી ઈસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…