વેપાર

ભૂલ કોણ નથી કરતું?: અબજોપતિ રોકાણકાર વોરેન બફે પણ બાકાત નથી!

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

દુનિયામાં ભાગ્યેજ કોઇ વ્યકિત એવી હશે કે જેણે જીવનમાં કયારેય ભૂલ ના કરી હોય, પણ જ્યારે કોઈનો સફળતાનો આંક ઊંચા શિખરે પહોંચે ત્યારે તેની ભૂલો દબાઇ જાય છે અને સમાજ હંમેશાં તેની સફળતાના ગુણગાન જ ગાયા કરે છે અને તેથી જ્યારે કોઈ સામાન્ય વ્યકિત કોઈ નાની કે કયારેક ગંભીર ભૂલ કરી બેસે છે ત્યારે તે પોતાની જાતને કે તેની ક્ષમતાને તેના ક્ષેત્રના સફળ લોકો સાથે સરખાવ્યા કરે છે અને પોતાની ભૂલ કે નિષ્ફળતાના કારણે પોતાની ક્ષમતાને તુચ્છ ગણે છે અને આજ તેની ભૂલ છે જે ભવિષ્યમાં તેની નિષ્ફળતાનો સરવાળો કે કયારેક તો ગુણાકાર કરતો હોય છે કારણ કે આ લોકો જાણતા નથી કે સફળ ગણાંતા લોકોએ પણ કયારેક તેના જેવી કે તેનાથી વધારે ગંભીર ભૂલો કરી છે પણ તેનાથી તેનો આત્મવિશ્ર્વાસ ગુમાવ્યો નથી અને આજ તેની સફળતાનું કારણ છે.

મુંબઇ સમાચારના વાંચકોને વોરેન બફેનો પરિચય આપવાની જરૂર નથી, છતાં ટૂંકી ઓળખમાં કહી શકાય આપણે દુનિયાના ટોચના સ્ટોક મોકેટના રોકાણકાર એટલે કે અમેરિકાની બર્કશાયર હેથવેના સીઇઓ શ્રીમાનવોરેન બફેની વાત કરી રહ્યા છીએ. આ બફેએ પણ તેના સ્ટોક મોકેટના રોકાણમાં નિરંતર બ્લન્ડર્સ કયો છે, પણ ખાટયો વખણાય તેમ તેની સફળતાનો આંક એટલો મોટો છે કે આ ભૂલો દબાઇ ગઇ છે.

બફે કહે છે કે તેનુ પ્રથમ પગલુ, ટેકસટાઇલ કંપની બર્કશાયર હેથવેનું પગલું જ ભૂલભર્યું હતુ તેના રોકાણના સમયે ૧૯૪૯માં આ કંપની ખોટમાં હતી અને તેણે વિચાર્યું કે તે બર્કશાયરને ટર્ન એરાઉન્ડ કરીને નફામાં લાવીને કમાશે, પણ તેમાં ઊંડા ઉતરતા ગયા અને આખરે કંપનીનુ તમામ મેનેજમેન્ટ હાથમાં લઇને ૨૦ વર્ષ કંપની ચલાવી પડી. આ અખતરામાં ૨૦૦ અબજ ડોલર હોમાઇ ગયા!

૧૯૬૨માં આજ ભૂલ બફેએ દોહરાવી જ્યારે તેણે વોમ્બેક ટેકસટાઇલ કંપનીમાં રોકાણ કર્યું અને વિચાર્યું કે બર્કશાયરના ટેકસટાઇલના બિઝનેસની ભૂલ સુધારવામાં આ કંપની મદદ કરશે પણ ઉલ્ટાનું આમાં પણ ખોટ જ ગઇ. ૧૯૯૩માં વોરેન બફેએ ૪૩૩ મિલિયન ડોલર્સમાં ડેક્ષટ૨ શૂ કંપની ટેકઓવર કરી, પણ કોઇ કમાણી નહી થઇ અને ૨૦૦૭માં બફેએ તેના બર્કશાયર હેથવે, કે જે વોરેન બફેની ઇનવેસ્ટમેન્ટ કંપની છે તેના શેરહોલ્ડર્સને જણાવ્યું ડેક્ષટર ટેકઓવર કર્યાના ૧૪ વર્ષના ગાળામાં તેણે ૩.૫ અબજ ડોલર્સનું નુકસાન કર્યું છે, જે તે સમયે વોરેન બફેના કોઈપણ રોકાણના નિર્ણયોમાં સૌથી વધારે નુકસાન કરતો નિર્ણય હતો.

૨૦૦૮માં તેના શેરહોલ્ડર્સને લખેલા પત્રમાં વોરેન બફે કબૂલ કરે છે કે ઓઇલ એન્ડ ગેસ કંપની કોનોકો ફિલિપ્સના શેરમાં રોકાણ બહુ ખરાબ નિર્ણય હતો. તેણે ૨૦૦૮માં જ્યારે દુનિયામાં ઓઇલના ભાવો આસમાને હતા, ત્યારે કોઇને કલ્પના નહોતી કે આવતા છ મહિનામાં ઓઇલના ભાવમાં મોટી મંદી આવશે. બફેએ કરેલા આઠ અબજ ડોલર્સનું રોકાણ જોતજોતામાં ૫૦ ટકા થઇને માર્કેટ વેલ્યુ ઘટીને ૪.૪ અબજ ડોલર થઇ ગઇ. ૨૦૧૧માં બફેએ લુબીઝોલ કોર્પો.ના શેરમાં રોકાણ કર્યું. બફેએ નવ અબજ ડોલર્સનું રોકાણ કર્યું પણ બરાબર ડયુ ડિલિજન્સ નહીં કર્યું કે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન કેવી છે. બફેએ જેવુ કંપનીમાં રોકાણ કર્યું કે શેરના ભાવ વધતા આ કંપનીના ચેરમેને જ તેના શેર્સ વેચીને નફો કરીને નીકળી ગયા.

આ પણ વોરેન બફેની મોટી ભૂલ હતી. ૬ માર્ચ ૨૦૧૮માં જેને વિશ્ર્વનો સૌથી ધનાઢય વ્યકિત ઘોષીત થયેલા વ્યક્તિ છે જેફ બેઝોન અને તેની કંપનીનુ નામ છે એમેઝોન. ફેબ્રુઆરી ૨૦૧૭ના એક અમેરિકન ટીવી ચેટ શોમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે એમેઝોન કંપનીમાં તમારૂ કેટલું રોકાણ છે તો તેના જ્વાબમાં વોરેન બફેએ કહ્યુ કે કશું નથી, કારણ પુછવામાં આવ્યું કે શા માટે નહી! તો તેના જ્વાબમાં વોરેને કહ્યુ કે એમેઝોનનું બિઝનેસ મોડેલ મને સમજાયું નહી અને પછી મે જ્યારે પણ વિચાર કર્યો ત્યારે તેના ભાવો વધતા ગયા. અફસોસ કરતા કહે છેકે તેણે એમેઝોનમાં રોકાણ કરવાની જરૂર હતી આજે અમેરિકાના સ્ટોક એકસચેંજમા એમેઝોનનો ભાવ ૧૭૮૬ ડોલર કવોટ થાય છે, જેનો ભાવ ૧૯૯૯માં ૨૦ વર્ષે પહેલા માત ૮૬ ડોલરનો હતો. તેવી જ રીતે વોરેન ક્ધફેસ કરે છે કે તેન ગુગલના શેરમાં રોકાણ નહીં કરવાનો નિર્ણય પણ અફસોસજનક છે તેણે ગુગલ કંપનીના યુવા સ્થાપકોની આવડતને સમજવામાં ભૂલ કરીકે તેઓ કેટલા વિઝનરી છે. જ્યારે ૨૦ વર્ષે પહેલા ગુગલની સ્થાપના સમયે તેનો શેર ૧૦ ડોલરમાં મળતો હતો, તેની આજે મોકેટ પ્રાઇઝ ૧૩૫૦ ડોલર છે. ૨૦૦૯નુ તેનું બલીંગ્ટન નોર્ધન સાન્ટા ફે રેલ કંપનીમાં ૪૪ અબજ ડોલર્સના રોકાણ ઉપર પણ પ્રશ્ર્નાર્થ મુકાય છે. આ રોકાણ પાછળની તેમની ગણતરી એવી હતી કે રોડવેઝ કરતા રેલવેમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો આવતો હોવાથી લાંબા ગાળે આ રોકાણ તેને પૈસા કમાવી આપશે.
બફે આજે દુનિયાના સૌથી ચતુર અને હોશિયાર સ્ટોક મોર્કેટ રોકાણકાર ગણાય છે તેમની કંપની બર્કશાયર હેથવેનો એક શેર ૩,૩૯,૮૫૦ ડોલર એટલે રૂ. ૨,૪૧,૨૯,૩૫૦ના ભાવે અમેરિકન સ્ટોક એકસચેંજમાં કવોટ થાય છે અને તેણે અબજો ડોલર્સ શેરના રોકાણમાં કમાયેલા છે પણ સાથોસાથ કેટલાય ખોટા નિર્ણયો અને તક ઝડપવાના અભાવે નુકસાન પણ સહન કરેલ છે, પણ તેનાથી તેની પ્રતિષ્ઠામાં જરા પણ આંચ આવી નથી.

સામાન્ય રોકાણકારે તો એટલી જ શીખ લેવાની છે કે કદાચ ભૂલ થઇ હોય કે મે ખરા સમયે રિલાયન્સ કેપીટલના શેરનું રોકાણ છુટું કરીને બજાજ ફાઇનાન્સમાં ના રોકયુ હોય કે પછી આઈડિયાના શેરનું રોકાણ સમયસર કાઢીને ડી માર્ટ કે કોટક બેંકમાં ના ફેરવ્યું હોય તો ગભરાવાની જરૂર નથી, કારણકે સ્ટોક મોર્કેટમાં તો રોજ નવી તકો આવતી જ રહે છે. તેથી આત્મવિશ્ર્વાસથી આગળ વધવામાં જ મજા છે નહીં કે અફસોસ કરવામાં કે બીજા સાથે સરખામણી કરવામાં! નસેલ્ફ કોન્ફિડેન્સ ઇઝ નોટ પાવર, ઇટ બિકમ્સ સુપર પાવર ઓન્લી વ્હેન યુ સ્ટાર્ટ બિલિવીંગ ઇન યોર એબિલિટીથ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button