જૈન મરણ
વિશા શ્રીમાળી જૈન
સાણંદ નિવાસી હાલ ભાંડુપ સુભદ્રાબેન કિર્તીકુમાર શેઠ (ઉં.વ. ૯૧) તે કાર્તિક, નીતાબેનના માતુશ્રી. શ્રીમતી કરૂણાબેન, વિરેન્દ્રભાઈના સાસુ. શ્ર્વેતાના દાદીસાસુ. પ્રતિકના દાદી. ભાવિક, જીનલના નાની. નટવરલાલ ખેતશી ગાંધી, વિમળાબેન, સવિતાબેનના બહેન તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ છે.
ઝાલાવાડ વિશા શ્રીમાળી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી સ્વ. સેવંતીલાલ ઈશ્ર્વરલાલ દોશીના ધર્મપત્ની ગુણવંતીબેન (ઉં.વ. ૭૯) શનિવાર, તા. ૧૩-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મિલન-ફાલ્ગુની, તેજશ, સોનલબેન નિલેષકુમારના માતુશ્રી. દલસુખભાઈ, નગીનભાઈ, રસીલાબેન રસિકલાલ બગડીયાના ભાભી. યશ, રિદય, મેઘા, આયુશીના દાદી/નાની. પિયર પક્ષે તારાચંદ પોપટલાલ શાહના દિકરી. સ્વ. ઉત્તમભાઈ, પ્રમોદભાઈ, સ્વ. રમેશભાઈ, ચંદનબેન, રમીલાબેન, તનુબેન, નિતાબેનના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ: એ/૫૨, ૫મો માળ, વર્ધમાન કુટીર બિલ્ડીંગ, શંકર લેન, કાંદીવલી વેસ્ટ.
હાલારી વિશા ઓશવાળ જૈન
ગામ શ્રી જોગવડના શ્રી કાંતીલાલ ગુડકા (ઉં.વ. ૮૩) તા. ૧૨-૭-૨૪ના શુક્રવારે સાયન મુકામે અવસાન પામેલ છે. હીરુબેન હેમરાજ ગુડકાના સુપુત્ર. અમૃતબેન રાજાભાઈ સુમરીયાના જમાઈ. હંસાબેનના પતિ. હર્ષાબેન અજયકીરણ, આનંદી અજયકુમાર, નેહલ નયનનાં પિતાશ્રી. શ્રૈયા-યશ, કૈરવી, રેયાંશ, શનાયાના દાદા. પ્રાર્થનાસભા તા. ૧૪-૭-૨૪, રવિવારે ૧૦થી ૧૧.૩૦ કલાકે. માનવ સેવા સંઘ સભાગૃહ, સાયન (વેસ્ટ), મેઈનરોડમાં રાખેલ છે. (ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.)
પ્રભાસ પાટણ વિશા ઓસવાલ જૈન
મુલુંડ નિવાસી, સ્વ. કલાવંતી દેવીદાસ શાહના પુત્ર વિજયભાઈ (ઉં.વ. ૭૪) તા. ૧૩-૭-૨૪, શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રવિણાબેનના પતિ. મોસમી, સાગર, હિરલના પિતા. બ્રિજેષ, હેમલ, રિદ્ધિના સસરા. આરવના દાદા. વેરાવળ નિવાસી સ્વ. જવલબેન બાબુલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ: ૧, લક્ષ્મી નિવાસ, પાંચ રસ્તા પાસે, એમ.જી. રોડ, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
રતાડીયા (ગણેશવાલા)ના પીના વિનોદ દેવજી મામણીયા (ઉં.વ. ૪૬) તા. ૧૨-૭-૨૪ના અવસાન પામ્યા છે. મોંઘીબાઇ દેવજી ખીમજીના પુત્રવધૂ. સ્વ. વિનોદના ધર્મપત્ની. લીલાવંતીબેન નાનજી ધારશી ફુરીયાના સુપુત્રી. ભાવેશ, પત્રીના પ્રીતી મહેન્દ્ર હરશીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. પ્રફુલ્લા નીતીન મામણીયા, ૧૨, ગુરૂ જ્યોત, એમ.પી. રોડ, મુલુંડ (ઇસ્ટ).
કારાઘોઘાના પલ્લવી (પ્રેમીલા) વિનયચંદ લાલજી કારૂ વીરા (ઉં.વ. ૭૩) તા. ૧૨-૭-૨૪ના અવસાન પામ્યા છે. સાકરબેન લાલજીના પુત્રવધૂ. વિનયચંદના પત્ની. જીગરના માતુશ્રી. મોટી ખાખરના કેસરબેન ઉમરશી ખીમજી નંદુના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. વિનયચંદ વીરા, ૧૦૩, ઓમ રેસીડેન્સી, મુરાર રોડ, મુલુંડ (વે.).
બારોઇના પ્રફુલકુમાર (બટુકભાઇ) કેનીયા (ઉં.વ. ૬૮) તા. ૧૨-૭-૨૪ના અવસાન પામેલ છે. રતનબેન રાઘવજી કાનજીના સુપુત્ર. દર્શનાના પતિ. ઋષભ, શ્રેણિકના પિતા. નરેન્દ્રભાઈ, મુલરાજ, વડાલાના જ્યોતિ અશોક ઇસરાણીના ભાઇ. લાખાપુરના સ્વ. મણીબેન દામજી ગાલાના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. પ્રફુલકુમાર આર. કેનીયા, ૬૯૮, કાંતિવીલા, ડો. દિનશા માસ્તર રોડ, પારસી કોલોની, દાદર, મુંબઈ-૧૪.
છસરાના મગનભાઈ (લાલજી) વેલજી ગંગર (ઉં.વ. ૯૧) તા. ૧૨-૭-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. દેવકાબાઈ/નાનબાઈ વેલજી જેસંગના પુત્ર. સ્વ. મણીબેનના પતિ. લક્ષ્મીચંદ, હુકમીચંદ, ચંદન, તુષાર, સં.પ. દિવ્યશ્રુતી મ.સા., જીગરના પિતા. ભાણજી, તલકશી, નાનાલાલ, પત્રી સુંદરબેન વસનજી કક્કા, સં.૫. દિવ્યગીરાશ્રીજી મ.સા., શાંતા સ્ટેફન, ગુંદાલા કાંતા લહેરચંદના ભાઈ. છસરાના મમ્મીબાઈ મુરજી ઘેલાના જમાઈ. પ્રાર્થના: નગિનદાસ ખાંડવાલા કોલેજ (એન.એલ. હાઈસ્કુલ), એસ.વી. રોડ, મલાડ (વે.). ટા. ૩ થી ૪.૩૦.
દશા શ્રીમાળી સ્થા જૈન
સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી કાંતિલાલ ખોડીદાસ છગનલાલ લાખાણી (ઉં.વ. ૮૪) તા. ૧૨/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. સરલાબેનના પતિ. મયુર, લતાબેન વસ્તુપાલ, ગીતાબેન કિર્તીકુમાર, વર્ષાબેન નિલેષકુમારના પિતા. સોનલના સસરા. સ્વ. ધીરજલાલ, રસિકલાલ, જયંતીલાલ, દોલતરાય, સ્વ. મહેન્દ્રભાઈ, મંજુલાબેન રમેશચંદ્ર, સ્વ. હસુમતિબેન હસમુખરાય, સ્વ. જસવંતિબેન અનિલભાઈ, અરુણાબેન સુધીરભાઈ, છાયાબેન યોગેશભાઈના ભાઈ. પરવડી નિવાસી હાલ વસઈ સ્વ. તલકચંદ રતિલાલ દેસાઈના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૭/૨૪ રવિવાર ૧૦ થી ૧૨. મન્નપૂર્ણા બેન્કવેટ હોલ, સાઇલી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોરાઈ રોડ, બોરીવલી વેસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈન
પાળીયાદ નિવાસી હાલ દહિસર સ્વ. ઝવેરબેન મનસુખલાલ શાહના પુત્ર હસમુખલાલ શાહના ધર્મપત્ની ભાનુમતી (ઉં.વ. ૭૮) તે નિકેતા નીતીનકુમાર મહેતા, આરતી મેહુલકુમાર સંઘવી, શિલ્પા રાકેશકુમાર ડેલીવાલા તથા જીમિતના માતુશ્રી. અ.સૌ. હિનલના સાસુ. નિવાન તથા યુવાનના દાદી. પિયરપક્ષે સ્વ. ફતેચંદ વાડીલાલ સખીદાનીના દીકરી તા. ૧૧/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.