કોઝિકોડ બન્યું ભારતનું ‘સિટી ઑફ લિટરેચર’

જાણવા જેવું -લોકમિત્ર ગૌતમ
સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કોએ કેરળના કોઝીકોડ શહેરને ભારતનું પ્રથમ ‘સિટી ઑફ લિટરેચર’ જાહેર કર્યું છે. ૨૩ જૂન ૨૦૨૪ના રોજ કેરળના સ્વશાસન મંત્રી એમબી રાજેશે જાહેરમાં આ ઉપલબ્ધિની જાહેરાત કરી હતી. વાસ્તવમાં યુનેસ્કોએ વર્ષ ૨૦૦૪માં દુનિયાભરના એવા શહેરોનું એક નેટવર્ક સ્થાપિત કર્યું હતું જે રચનાત્મકતા અને સાંસ્કૃતિક ઉદ્યોગોને પોતાની વિકાસ યોજનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. શહેરોને આ નેટવર્ક માટે યુનેસ્કોએ દુનિયાના જે ૫૫ શહેરની શરૂઆતમાં પસંદગી કરી હતી તેમાં ભારતનું કોઝિકોડ સિવાય ગ્વાલિયર શહેર પણ સામેલ છે.
અરબ સાગરના કિનારે વસેલા કોઝિકોડ કેરળનું બીજું સૌથી મોટું શહેર છે. ઇતિહાસમાં કોઝિકોડને ફક્ત શાસ્ત્રીય પુરાતનતા માટે જ નહીં, પરંતુ એક જમાનામાં આ સુંદર શહેરને દુનિયાના મસાલાઓની રાજધાની તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતમાં જેટલા પણ વિદેશીઓ આવ્યા તે બધાના ભારત આવવા પાછળ કોઝિકોડના મસાલાઓ એક કારણ રહ્યા છે, જ્યારે અંગ્રેજ ભારત આવ્યા અને તેમને કોઝિકોડનું ઉચ્ચારણ કરવાનું મુશ્કેલ લાગ્યું તો તેમણે તેનું નામ બદલીને કાલીકટ કરી દીધું. તો આપણે બ્રિટિશ ભારતના ઇતિહાસમાં તે કાલીકટ શહેરને ભણતા આવ્યા છીએ. આ વાસ્તવમાં એ કોઝિકોડ છે. પોતાના ઐતિહાસિક મહત્ત્વની સાથે સાથે કોઝિકોડ સ્વાદિષ્ટ ભોજન, સુંદર પ્રાકૃતિક દરિયા કિનારો અને સાંસ્કતિક સમૃદ્ધિ માટે જાણીતું છે.
કોઝિકોડ સિટી ઑફ લિટરેચર છે અથવા નથી આ ગંભીર ચર્ચાનો વિષય છે, પરંતુ આ શહેર કેરળ સાહિત્ય મહોત્સવ માટે જાણીતું છે. કોઝિકોડમાં ૫૦૦થી વધુ લાઇબ્રેરીઓ છે અને આ શહેર મલયાલમના પ્રસિદ્ધ લેખક એમટી વાસુદેવન નાયરની રચનાભૂમિ પણ છે, પરંતુ એમ કહેવું કે કોઝિકોડ ભારતનું સિટી ઑફ લિટરેચર છે આ થોડું વધારે છે અને યુનેસ્કો જેવા સંગઠનોએ ભારતના જટિલ ભાષાકીય ભૂગોળનું ઓછું જ્ઞાનનું પ્રતીક પણ છે. ભારતમાં ૧૨૧થી વધુ એવી ભાષાઓ બોલવામાં આવે છે જેને બોલનારાઓ ૧૦ હજાર અથવા તેનાથી વધુ લોકો છે. જો બોલનારાઓની સંખ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો ભારતમાં ૧૯,૫૦૦થી વધુ ભાષાઓ અથવા બોલીઓ માતૃભાષાના રૂપમાં છે. આ સાથે બંધારણની આઠમી અનુસૂચિમાં ૨૨ ભાષાઓ છે અને આ તમામ ભાષાઓમાં વિપુલ સાહિત્ય છે. એવી ભાષાની વિવિધતા અને રચનાત્મક વિપુલતાને જોતા ભારત જેવા વિશાળ દેશ માટે કોઇ શહેરને એ આખા દેશનું સિટી ઑફ લિટરેચર જાહેર કરવું યોગ્ય નથી, કારણ કે ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં જેટલી ભાષાઓ છે એ તમામ ભાષાઓના ઓછામાં ઓછા એક કે બે સાહિત્ય ગઢ માનનારા શહેરો હાજર છે.
હિંદી દેશની સૌથી વધુ બોલાતી ભાષા છે. તેના પારંપરિક સાહિત્ય ગઢને યાદ કરીએ તો ઇલાહાબાદ અને વારાણસી બે શહેર છે જેનું નામ આંખ બંધ કરીને લઇ શકાય છે, પરંતુ આખી હિંદી ભાષાના પરિક્ષેત્ર માટે આ શહેર સાહિત્યના ગઢનું પ્રતિનિધિત્વ કરતા નથી, કારણ કે હિંદી ૧૩ રાજ્યમાં મુખ્ય ભાષાના રૂપમાં બોલાય અને લખાય છે. એટલા માટે હિંદીમાં ઓછામાં ઓછા ૨૫ શહેર હિંદી સાહિત્યના ગઢના રૂપમાં ચિહ્નિત કરી શકાય છે, જેમાં શિમલા, ભોપાલથી લઇને દિલ્હી પણ સામેલ છે, જ્યારે માનવામાં આવતું હતું કે કોઇ અભ્યાસ કરતું નહોતું ત્યારે પણ ભારતમાં દર વર્ષે ૧ લાખ ૨૫ હજારથી વધુ નવી પુસ્તકો છપાવી હતી અને તેમાંથી ૪૦ હજારથી વધુ વિવિધ સાહિત્યિક વિદ્યાઓ સાથે સંબંધિત પુસ્તકો હતી. ભારતમાં દર વર્ષે લગભગ ૧૪૦ દેશોમાં પુસ્તકોની નિકાસ કરવામાં આવે છે. ભારત વિશ્ર્વ સાહિત્યનો ગઢ છે. એવામાં દેશમાં કોઇ એક શહેરને એ દેશની સિટી ઑફ લિટરેચર જાહેર કરવી યોગ્ય નથી. કોઝિકોડનું પોતાનું સાહિત્ય અસ્તિત્વ છે. અહીં છેલ્લા અનેક દાયકાઓમાં કેરળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દેશને સૌથી સફળ સાહિત્ય મહોત્સવમાનો
એક છે.
યુનેસ્કોએ દુનિયાની રચનાત્મક શહેરોનું જે એક નેટવર્ક બનાવવાનો પ્રયાસ કર્યો છે તે ખૂબ સુંદર વિચાર છે. તેનાથી ફક્ત દુનિયાના જાણીતા સાહિત્ય કેન્દ્રો પરસ્પર એક જીવંત સંબંધથી જોડાશે. યુનેસ્કોના આ પ્રયાસથી જે શહેરોને ક્રિયેટિવ સિટી નેટવર્ક સાથે જોડાયા છે. તેમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે અને આ મારફતે લોકો એ સ્થળોને જાણી રહ્યા છે. યુનેસ્કોએ જ્યાં સાહિત્ય ક્ષેત્રમાં કોઝિકોડને પોતાના યુસીસીએનનો હિસ્સો બનાવ્યો છે. આજે પણ એ ઇતિહાસના પદચિહ્ન ગ્વાલિયરમાં શોધી શકાય છે. એટલા માટે કોઝિકોડ અને ગ્વાલિયર બંન્ને દુનિયાની નજરમાં આવ્યા છે. ભારતીયોમાં આ બન્ને શહેરો પ્રત્યેનું વલણ બદલાશે. નિશ્ર્ચિત આ બંન્ને શહેરોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. સાથે જ સંગીત અને સાહિતની દુનિયામાં આ શહેરોના કારણે ભારત પણ શાનદાર સ્થાન મેળવશે.
(લેખક વિશેષ મીડિયા અને શોધ સંસ્થા, ઇમેજ રિફ્લેક્શન સેન્ટરમાં વરિષ્ઠ સંપાદક છે.)