ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં તા. ૧૨મીએ પ્રવેશે છે. માર્ગી બુધ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. શુક્ર કર્ક રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રીભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૧૪મીએ ચંદ્ર તુલા રાશિમાં, તા. ૧૬મીએ વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૧૯મીએ ધનુ રાશિમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરીમાં પરિશ્રમ અધિક જણાશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરી શકશો. તા. ૧૭, ૧૮, ૧૯મીએ નવા કામકાજનો પ્રારંભ થાય. તા. ૨૦મીએ નાણાં લેવડદેવડમાં સાવધાની દાખવવી જરૂરી છે. મહિલાઓને તા. ૧૪, ૧૫, ૧૮મીએ કાર્યક્ષેત્રે વિવાદો પરત્વે સતર્કતા દાખવવી જરૂરી જણાય છે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજમાં સરળતા જણાશે. નવી નોકરીનો પ્રારંભ શક્ય જણાય છે. નોકરીમાં અધિકારીનો સહયોગ મેળવશો. વેપારના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય. તા. ૧૫, ૧૭, ૧૮ નાણાં વ્યવસ્થા માટે અનુકૂળ જણાય છે. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. તીર્થયાત્રાના આયોજન સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસની પ્રવૃત્તિઓમાં સફળતા જણાય.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયો સફળ બની રહેશે. પ્રવાસ દ્વારા નોકરીના કામકાજ સંપન્ન થશે. તા. ૧૭, ૧૮, ૧૯મીએ નોકરીમાં સકારાત્મક નિર્ણયો લઈ શકશો. નોકરીના જૂનાં અધૂરા કામકાજ પણ પૂર્ણ થશે. નાણાંના આયોજનો આ સપ્તાહમાં સફળ પુરવાર થાય. પ્રવાસ માટેનાં આયોજનો સફળ બની રહેશે. બેંક લોનની અપેક્ષાનુસાર મેળવી શકશો. મહિલાઓને નવી નોકરીનો પ્રારંભ સફળ જણાય. વિદ્યાર્થીઓ નિત્ય અધ્યયનમાં અનુકૂળતા અનુભવશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું નાણાંરોકાણ, દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. તા. ૧૫, ૧૯, ૨૦ નોકરીમાં સફળતા દર્શાવે છે. રાજકારણની પ્રવૃત્તિમાં સપ્તાહના ગોચરગ્રહો શુભ પુરવાર થશે. મિલકતનો નિર્ણય લઈ શકશો. પરિવારના કારોબારમાં ઉપયોગી થશો. નાણાંવ્યવસ્થા વધુ સક્ષમ બની રહેશે. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબના પ્રસંગોમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ધાર્યા મુજબનો અભ્યાસ સંપન્ન થતો જણાશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ માટે જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. મુસાફરી દ્વારા નોકરીનાં કાર્યો પૂર્ણ થશે. તા. ૧૫, ૧૬ના કામકાજ એકંદરે અનુકૂળ બની રહેશે. મિત્રો સાથેના નાણાં વ્યવહાર સફળતાથી પૂર્ણ થશે. નવા કામકાજનો પ્રારંભ શક્ય છે. કુટુંબમાં નવા સભ્યનું આગમન થાય. મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓનો આ સપ્તાહનો અભ્યાસ અનુકૂળ બની રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે અનુકૂળ તકો જણાય છે. તા. ૧૭, ૧૮ સપ્તાહના કામકાજ ઉત્સાહપ્રેરક બની રહેશે. ભાગીદાર સાથેના મતભેદો આ સપ્તાહમાં વ્યવહારુપણે ઉકેલી શકશો. અજાણ્યા સ્થળનો કઠીન પ્રવાસ, કઠીન કામકાજ, કઠીન રમતોમાં સાવધાની દાખવવી જરૂરી છે. કાર્યક્ષેત્રે યશ મેળવશો. ગૃહિણીઓને પરિવાર માટે ઉપયોગી સામગ્રી ખરીદવા માટે જરૂરી અનુકૂળતાઓ પ્રાપ્ત થતી જણાશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન મેળવી શકશો. કાર્યદક્ષતા, જ્ઞાન અને અનુભવનો પૂર્ણ ઉપયોગ કરવા માટે સપ્તાહના ગોચરગ્રહો શુભ ફળદાયી જણાય છે. નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. તા. ૧૫, ૧૮, ૧૯, ૨૦ના કામકાજ ઉત્સાહપ્રેરક બની રહેશે. કારોબારમાં નાણાંની અનુકૂળતાઓ અનુભવશો. મહિલાઓને આ સપ્તાહમાં અનારોગ્યમાં ઝડપી સુધારો જણાય. વિદ્યાર્થીઓને શૈક્ષણિક તથા અન્ય સાંસ્કૃતિક રમતગમતની પ્રવૃત્તિઓમાં અનુકૂળતાઓ જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે ગોચરગ્રહફળો અનુકૂળ જણાય છે. તા. ૧૭, ૧૯, ૨૦ નોકરીના કામકાજ માટે સફળતાસૂચક છે. વેપાર માટે નાણાંની વ્યવસ્થા જળવાઈ રહેશે. પરંતુ અજાણી વ્યક્તિઓ સાથે આર્થિક વ્યવહારની જવાબદારીમાં સાવધાની રાખવી જરૂરી છે. પ્રવાસ એકંદરે સફળ બની રહેશે. કુટુંબીજનોમાં અપેક્ષાનુસાર સરળતાપૂર્વક વ્યવહાર અને પ્રસંગોમાં મહિલાઓને સફળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ વાંચન માટે જરૂરી સાધન-સગવડતા પ્રાપ્ત થાય.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ રહેશે. તા. ૧૫, ૧૬, ૧૯ના નોકરીના નિર્ણયો ઉપયોગી બની રહેશે. વેપારના કામકાજમાં પરિવર્તનો લાવી શકશો. ઉઘરાણીનાં જૂનાં નાણાંની વસૂલી થાય. કિંમતી ચીજોના કારોબારમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે નાણાં આવકમાં વૃદ્ધિ થશે. ગૃહિણીઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. નોકરીના અધિકારીનો સહયોગ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત આ સપ્તાહમાં નિર્ણયો લેવા માટે પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપારના કામકાજ સફળ બની રહેશે. નોકરી માટે તા. ૧૫, ૧૬, ૧૮ શુભ જણાય છે. ભાગીદાર સાથેના નાણાં વ્યવહાર જળવાઈ રહેશે. જૂના આર્થિક વ્યવહારો પણ સફળતાથી સંપન્ન થશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મિલકત-વાહન ઈત્યાદિ માટે જન્મકુંડળીના ગોચરફળ શુભ જણાય છે. બેન્ક લોન પણ મેળવી શકશો. મહિલાઓને કિંમતી ચીજોની ખરીદી માટે સાનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નાણાં રોકાણ માટે અપેક્ષિત માર્ગદર્શન મેળવશો. પ્રવાસ માટે તા. ૧૭, ૧૮, ૧૯ શુભ જણાય છે. નોકરી માટે તા. ૧૬, ૧૮, ૧૯ શુભ જણાય છે. ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. વેપાર વધશે. કારોબારમાં પ્રગતિનો અનુભવ થશે. મહિલાઓનો નોકરીના સહકાર્યકરોમાં પ્રભાવ-માન-પાન વધશે. આત્મવિશ્ર્વાસ દઢ થશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થશે. વિદ્યાર્થીઓને અધ્યયન ક્ષેત્રે યશસ્વી
અનુભવ થાય.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ અપનાવી શકશો. લે-વેંચના વેપાર માટે પણ સફળ નિર્ણયો લઈ શકશો. કારોબાર માટે નવીન અપેક્ષિત તકો મેળવશો. કિંમતી ચીજો સાથેના કારોબારમાં સફળતા મેળવશો. પરિવારના સભ્યોની પ્રગતિ જળવાશે. કારોબારના નાણાં આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને પ્રવાસની સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો સફળ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button