ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૪-૭-૨૦૨૪ થી તા. ૨૦-૭-૨૦૨૪

રવિવાર, આષાઢ સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી જુલાઈ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૨-૦૫ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૮-૪૨ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.

સોમવાર, આષાઢ સુદ-૯, તા. ૧૫મી, નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રે ક. ૨૪-૨૯ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. પુર્ન:યાત્રા, ભડલી નોમ. લગ્ન. સામાન્ય દિવસ.

મંગળવાર, આષાઢ સુદ-૧૦, તા. ૧૬મી, નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૩ સુધી (તા. ૧૭મી), પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૧૯-૫૧ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. આષાઢી નવરાત્રિ સમાપ્તિ, મન્વાદિ, વિંછુડો પ્રારંભ ક. ૧૯-૫૧. સૂર્ય કર્ક રાશિમાં ક. ૧૧-૧૭, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ક. ૧૧-૧૭. શુભ કાર્ય વર્જ્ય છે.

બુધવાર, આષાઢ સુદ-૧૧, તા. ૧૭મી, નક્ષત્ર અનુરાધા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૨ સુધી (તા. ૧૮મી), પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભ, પંઢરપુત્ર યાત્રા, વિષ્ટિ ક. ૦૮-૫૩ થી ક. ૨૧-૦૨, મોહર્રમ તાજિયા, વિંછુડો. શુભ દિવસ.

ગુરુવાર, આષાઢ સુદ-૧૨, તા. ૧૮મી નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ સુધી (તા. ૧૯મી), પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વિષ્ણુ શયન ઉત્સવ, શ્રીકૃષ્ણ દ્વાદશી, વિંછુડો સમાપ્તિ ક. ૨૭-૨૪. શુભ દિવસ.

શુક્રવાર, આષાઢ સુદ-૧૩, તા. ૧૯મી નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૪ સુધી (તા. ૨૦મી), પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, જયાપાર્વતી વ્રતારંભ, મોળાકાત, સૂર્ય મહાનક્ષત્ર પુષ્યમાં ક. ૨૩-૧૨, વાહન દેડકો (સંયોગિયું છે.) શુભ દિવસ.

શનિવાર, આષાઢ સુદ-૧૪, તા. ૨૦મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૮ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. ચૌમાસી ચૌદસ (જૈન), ભદ્રા ક. ૧૭-૫૯ થી ૨૮-૫૫. શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button