ટાટાની સંસ્થાના શિક્ષક સંઘે સંસ્થાના પ્રશાસનની ટીકા કરી
મુંબઈ: ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સિસ ટીચર્સ એસોસિએશન (ટીઆઇએસએસટીએ)એ 55 ટીચિંગ અને 60 નોન-ટીચિંગ સ્ટાફ મેમ્બર્સની રોજગારીની સ્થિતિ સંબંધિત હકીકતોને બદલી નાખવાના આરોપસર ટીઆઈએસએસ પ્રશાસનની આકરી ટીકા કરી છે. ટીઆઈએસએસટીએના જણાવ્યા અનુસાર આ કર્મચારીઓની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નિયમો અનુસાર કરવામાં આવી હતી અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ ‘પ્રોજેક્ટ સ્ટાફ’ નથી.
એક નિવેદનમાં, ટીઆઈએસએસટીએએ 10 જુલાઈના રોજ ટીઆઇએસએસ વહીવટી તંત્રની અખબારી યાદીની ટીકા કરી હતી. આ નિવેદનનો હેતુ 115 સ્ટાફ સભ્યોને દૂર કર્યા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટીઆઇએસએસટીએ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવાનો હતો. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંબંધિત કર્મચારીઓએ યુજીસીનું સમર્થન ધરાવતા કાયમી હોદ્દાની જેમ વિવિધ કેમ્પસ, શાળાઓ અને કેન્દ્રોમાં પૂર્ણ સમયની કામગીરી કરી છે. તેમણે શૈક્ષણિક કાર્યક્રમોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે જેમાં શિક્ષણ, વર્કશોપ, નિબંધ માર્ગદર્શન અને પ્રવેશ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થતાં પત્નીએ ઉકળતું તેલ પતિ પર ફેંક્યું
ટીઆઈએસએસટીએ દ્વારા 30 માર્ચના રોજ ટીઈટી પ્રોગ્રામ અનુદાનની મુદત પૂરી થવા અંગે અસરગ્રસ્ત કર્મચારીઓ સાથે ચર્ચા – વિચારણા ન કરવા બદલ પણ વહીવટીતંત્રની ટીકા કરી હતી. એને કારણે ટર્મિનેશન નોટિસ અને ગૂંચવાડો ઊભા થયા હતા. 31 ડિસેમ્બર, 2024 પછી આ સ્ટાફ સભ્યોની રોજગારની સ્થિતિ અંગે સ્પષ્ટતાની માંગણી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
તદુપરાંત યુજીસી દ્વારા ગ્રાન્ટ ચાલુ રાખવા અંગે ખાતરી આપવામાં આવી હોવા છતાં એડવાન્સ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝના ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફને આપવામાં આવેલા ટર્મિનેશન લેટર્સને રદ કરવામાં વહીવટીતંત્રની નિષ્ફળતા ટીઆઈએસએસટીએએ પર પ્રકાશ પાડ્યો હતો. આ મુદ્દાઓના નિરાકરણ માટે ફેકલ્ટી મીટિંગની વિનંતીઓ અવગણવામાં આવી છે. સાથે સાથે સ્નાતક વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાથી તેમની કારકિર્દી સામે જોખમ ઊભું થયું છે.