આપણું ગુજરાતઆમચી મુંબઈકચ્છ

આનંદો, Kutch જનારા પ્રવાસીઓને મળશે Confirm Ticket, રેલવેએ કરી આ ખાસ વ્યવસ્થા…

મુંબઈ: મેલ એક્સપ્રેસ ટ્રેનોના જનરલ કોચમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં લઈને ભારતીય રેલવે (Indian Railway) દ્વારા પ્રવાસીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને વેઈટિંગ નહીં પણ કન્ફર્મ ટિકિટ (Passengers Will Get Confirm Ticket) મળશે. આવો જોઈએ રેલવેએ શું ખાસ વ્યવસ્થા કરી છે-

ભારતીય રેલવે દ્વારા શુક્રવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની 46 ટ્રેનોમાં 92 જેટલા જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંની કેટલીક ટ્રેનોમાં જનરલ કેટેગરીના કોચ એસી કોચને દૂર કરીને જોડવામાં આવશે.

આ પણ વાંચો : Bhavnagar: આ કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેનોની સ્પિડ ઘટી છે, જાણો વિગતો

બાંદ્રા – ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, મુંબઈ બેંગલુરુ ઉદ્યાન એક્સપ્રેસ, મુંબઈ – અમરાવતી એક્સપ્રેસ, સેવાગ્રામ એક્સપ્રેસમાં આ વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ 22 જેટલી ટ્રેનમાં પણ જનરલ કોચ ઉમેરવામાં આવશે એવું રેલવે દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.

મધ્ય રેલવેએ ઉત્તર ભારત તરફ જતા ચાર માર્ગ પર લાંબા અંતરની ટ્રેનો માટે વધુ સામાન્ય કોચની માગણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારના રૂટ પર ચાલતા તમામ રેકમાં આ કોચનો ઉમેરો કરવા જણાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે 22 કોચ ધરાવતી 11055 ગોદાન એક્સપ્રેસનો થર્ડ એસીનો એક કોચ દૂર કરી તેના સ્થાને જનરલ કોચ જોડવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે માટે જર્મન કંપનીએ તૈયાર કરેલા બહુ ઓછા જનરલ કોચ ઉપલબ્ધ હોવાથી આટલા બધા રેક સાથે જોડવામાં સમય લાગશે. મધ્ય રેલવેના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે 43 લાંબા અંતરની ટ્રેન રૂટમાં 53 જનરલ કમ્પાર્ટમેન્ટ કોચ જોડવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે જેનાથી લાંબા ગાળે મુસાફરોને રાહત થશે. મુસાફરોની સુવિધા વધવાની સાથે વધુ પડતી ભીડ પણ ટાળી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button