આપણું ગુજરાત

સાબરકાંઠા આ વાયરસને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય તંત્રમાં ખળભળાટ

હિંમતનગર: ગુજરાતના સાબરકાંઠા જિલ્લા(Sabarkantha)માં ચાંદીપુરા વાયરસ(Chandipura vesiculovirus)ના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર(Health department) દોડતું થઇ ગયું છે. એક અહેવાલ મુજબ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. ગુજરાત અસરકારના અધિકારીએ શનિવારે આ ચોંકાવનારી જાણકારી આપી હતી.

જાણકારી મુજબ વાયરસથી સંક્રમિત બંને બાળકોને સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસ તાવ, ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજમાં સોજો)નું કારણ બને છે. આ વાયરસ પેથોજેનિક રાબડોવિરિડે ફેમિલીરના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે.

સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તમામ છ બાળકોના લોહીના નમૂનાઓને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવ્યા છે, ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

અધિકારીએ જણાવ્યું કે 10 જુલાઈના રોજ ચાંદીપુરા વાઈરસના કારણે ચાર બાળકોના મોત બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ શંકા વ્યક્ત કરી હતી. હાલ હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા છે. એવું લાગે છે કે તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત છે.

મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલી જિલ્લાના હતા. ચોથો બાળક રાજસ્થાનનો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે બાળકો પણ રાજસ્થાનના છે.

અધિકારીએ કહ્યું કે રાજસ્થાનના અધિકારીઓને બાળકોના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી છે. અમે મૃત્યુ પામેલા ચાર બાળકોના સહિત તમામ છ નમૂનાઓ પુણે સ્થિત NIV ને મોકલી દીધા છે.

ચેપ ફેલાતો રોકવા માટે, જિલ્લા પ્રસાશને અસરગ્રસ્ત વિસ્તારોમાં માખીઓને મારવા માટે નિવારક પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button