GNLU કોલેજના કેમ્પસમાં તમાકુનો છંટકાવ કરવામાં આવશે! જાણો શું છે કારણ
ગાંધીનગર: વરસાદ બાદ જમીનમાંથી નીકળેલી મિલિપીડ(Millipedes) ઈયળો ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) માટે માથાનો દુખાવો બની ગઈ છે. મિલિપીડના ઉપદ્રવને કારણે કોલેજના મેનેજમેન્ટને કેમ્પસ બંધ કરી શિક્ષણ ઓનલાઈન શિફ્ટ કરવાની ફરજ પડી છે. કેમ્પસ બંધ થવાને કારણે GNLU ને પરીક્ષાઓ મુલતવી રાખવાની ફરજ પડી છે. ત્યારે GNLU મેનેજમેન્ટને મિલિપીડના ઉપદ્રવનો ઉપાય મળી ગયો છે.
કાયદા મુજબ તમામ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસની અંદર કે આસપાસના વિસ્તારમાં તમાકુ પર પ્રતિબંધ છે. શૈક્ષણિક સંસ્થાઓના કોઈપણ સ્વરૂપમાં તમાકુને કેમ્પસથી દુર રાખવા પ્રયત્ન કરે છે.
પરંતુ GNLUને મિલિપીડ્સના ઉપદ્રવ દુર કરવા તમાકુનો સહારો લેવો પડ્યો છે. અહેવાલ મુજબ તમાકુનો ભુક્કો અને તેલને અસરકારક ઉપાય તરીકે અપનાવવામાં આવી રહ્યા છે. GNLU મેનેજમેન્ટે અધિકારીઓએ જણાવ્યું હતું કે મિલિપીડ્સના ઉપદ્રવને ઘટાડવા માટે 100 કિલોથી વધુ તમાકુના ભુક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અહેવાલો મુજબ નિષ્ણાંતો મુજબ તમાકુના ભુક્કામાં રહેલું નિકોટિન કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે. આ તમાકુનો ઉપયોગ ખેતીમાં પણ થાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈયળો પરત ન ફરે એ માટે તેલનો છંટકાવ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં સરકારી કોલેજોમાં Dress Code લાગુ કરવા કવાયત તેજ
GNLUના અધિકારીઓએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ માંગી છે.
કેમ્પસ બંધ થવાને કારણે GNLU ને પરીક્ષાઓ મુલતવી રાખવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓએ વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ વિશેષ પરીક્ષાઓ એવા વિદ્યાર્થીઓ માટે જેઓ કાં તો વિષયમાં નાપાસ થયા છે અથવા નિયમિત પરીક્ષામાં બેસવા માટે પૂરતી હાજરી નથી.
એક વિદ્યાર્થીએ જણવ્યું કે “હવે, જો પરીક્ષાઓ પાછળ ધકેલી દેવામાં આવશે, તો અમારે આગામી સેમેસ્ટરના અભ્યાસક્રમ સાથે પરીક્ષાના વિષયો માટે જ અભ્યાસ કરવો પડશે નહીં, જે અમારા પરિણામોને અસર કરી શકે છે.”
300 થી વધુ વિદ્યાર્થીઓ વેકેશનમાંથી પાછા ફર્યા પછી અને 1 જુલાઈના રોજ ફરીથી વર્ગો શરૂ કર્યા પછી, 23 જુલાઈથી શરૂ થતી વિશેષ પરીક્ષાઓમાં બેસવાની અપેક્ષા હતી. જોકે, ઉપદ્રવ અને વ્યક્તિગત શિક્ષણ માટે