પતિની સામે જ આ કોની સાથે ડાન્સ કર્યો Nita Ambaniએ? Mukesh Ambaniએ આપ્યું આવું રિએક્શન…

ગઈકાલે સાંજે બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Businessman Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ વેડિંગ સેરેમનીમાં અનેક મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા વરરાજાની માતા નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી પતિ મુકેશ અંબાણીની આંખોની સામે જ કોઈને ગળે લગાવીને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે અને મુકેશ અંબાણી પણ બસ ખાતી જોતા રહી ગયા.. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ આખરે કોણ છે એ શખ્સ કે જેણે મુકેશ અંબાણી સાથે ડાયરેક્ટ પંગો લેવાની હિંમત કરી છે-
આ પણ વાંચો : રાધિકા મર્ચન્ટ નહિ હવે Radhika Ambani, સોનાના આઉટફીટમાં સજ્જ કરોડપતિ પિતાની પુત્રીની વિદાય
તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનમાં હાજરી આપવા પહોંચેલા કિંગ ખાન એટલે શાહરુખ ખાન (Bollywood Actor Shahrukh Khan)ની વાત થઈ રહી છે.
જી હા, સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન અને નીતા અંબાણીનો એક ડાન્સ કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નીતા અંબાણી કિંગ ખાનને ગળે લગાવે છે અને બંને જણ ડાન્સ કરવા લાગ્યા હતા. બાજુમાં જ ઉભેલા મુકેશ અંબાણી આ ક્યુટ ડાન્સ જોઈને તાળીઓ પાડતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર નીત અંબાણી અને શાહરુખ ખાનનો આ ડાન્સિંગ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન આ પહેલાં જામનગર ખાતે યોજાયેલા પ્રિ-વેડિંગ ફંક્શનમાં પણ હાજરી આપવા પહોંચ્યો હતો અને જ્યાં તેણે ગુજરાતી બોલીને ઉપસ્થિત મહેમાનોના દિલ જિતી લીધા હતા.