દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવઃ ગણદેવીમાં આભ ફાટ્યું, ઑરેન્જ એલર્ટ

અમદાવાદઃ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામતો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા જેવી સ્થિતિ છે.

સતત બીજા દિવસે નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે. આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 12 જુલાઈ સુધીમાં 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુમાં નવસારીના ગણદેવીમાં ચાર કલાકમાં પોણા છ ઈંચ (147 મિમી) વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: Bhavnagar: આ કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેનોની સ્પિડ ઘટી છે, જાણો વિગતો

વલસાડમાં ધોધમાર ચાર ઈંચ (105 મિમી) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જેથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે.

આ ઉપરાંત અન્ય તાલુકામાં નવસારીના ખેરગામમાં 78 મિમી, ચીખલીમાં 65 મિમી, વાંસડામાં 50 મિમી, નવસારીમાં 43 મિમી વરસાદ નોંધાયો છે. તેમજ વલસાડ જિલ્લાના પારડીમાં 52 મિમી, ધરમપુરમાં 43 મિમી, કપરાડામાં 28 મિમી, વાપીમાં 28 મિમી જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલમાં 42 મિમી, ડોલવણમાં 30 મિમી, નિઝરમાં 28 મિમી વરસાદ વરસયો છે. આ ઉપરાંત ડાંગના વાઘાઈમાં 40 મિમી અને નર્મદા જિલ્લાના સાગબારામાં 28 મિમી જેટલો વરસાદ વરસયો છે.

આ પણ વાંચો: ચિંતાની વાતઃ ગુજરાતમાં 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ

બીજી તરફ આજે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા છે. ઠેર-ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે. જેને પગલે જિલ્લાના સાત જેટલા મુખ્ય રસ્તાઓ ઓવર ટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button