નેશનલ

રેલ્વે સ્ટેશન પર લક્ઝુરિયસ કાર ન મોકલી તો રાજ્યપાલના દીકરાએ અધિકારીને માર માર્યો…

પૂરી: ઓડિશાના રાજભવનમાં તૈનાત એક અધિકારીએ રાજ્યપાલ રઘુબર દાસ(Odisha Governor Raghubar Das)ના દીકરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજભવનના અધિકારી બૈકુંઠ પ્રધાને (Baikunth Pradhan) આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ રઘુબર દાસના દીકરા લલિત કુમારે(Lalit Kumar) તેમની સાથે મારપીટ કરી. આરોપ મુજબ લક્ઝરી કાર તેમને રેલવે સ્ટેશન પર લેવા ન પહોંચીએ એ બદલ લલિત કુમારે અધિકારી સાથે મારપીટ કરી. બૈકુંઠ પ્રધાન રાજ્યપાલ સચિવાલયના ગૃહ વિભાગમાં સહાયક વિભાગ અધિકારીના પદ પર છે.

હકીકતમાં, રાજભવનના અધિકારીએ આરોપ લગાવ્યો છે કે 7 જુલાઈની રાત્રે પુરીના રાજભવન સંકુલમાં રાજ્યપાલ રઘુબર દાસના દીકરા લલિત કુમાર અને અન્ય પાંચ લોકોએ તેમને થપ્પડ, મુક્કા અને લાત મારી હતી.

રાજભવનના અધિકારી બૈકુંઠ પ્રધાને પ્રિન્સિપલ સેક્રેટરીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજભવન પુરીના પ્રભારી હોવાને કારણે હું 5 જુલાઈથી ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 7 અને 8 જુલાઈએ મુલાકાત/ રોકાણની તૈયારીઓ પર દેખરેખ રાખવા 5 જુલાઈથી ત્યાં ફરજ પર હતો.

તેમણે આરોપ લગાવ્યો કે 7 જુલાઈના રોજ લગભગ 11.45 વાગ્યે, જ્યારે તેઓ ઓફિસ રૂમમાં બેઠા હતા, ત્યારે રાજ્યપાલના અંગત રસોઈયાએ આવીને તેમને કહ્યું કે લલિત કુમાર તરત જ તેમને મળવા માંગે છે. ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે કુમારે તેમને જોતાની સાથે અસભ્ય ભાષામાં બોલવાનું શરૂ કર્યું અને વાંધાજનક અપશબ્દોનો ઉપયોગ કર્યો. જ્યારે મેં વિરોધ કર્યો તો તેઓએ મને થપ્પડ મારવાનું શરૂ કર્યું.

અધિકારી બૈકુંઠ પ્રધાને દાવો કર્યો તેઓ રૂમની બહાર દોડી ગયા અને છુપાઈ ગયા, પરંતુ કુમારના સુરક્ષા કર્મીઓએ તેમને શોધી કાઢ્યા અને તેમને રૂમમાં લઈ ગયા હતા. તેણે આરોપ લગાવ્યો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ અને અન્ય લોકોએ આ ઘટના જોઈ છે, પછી તેઓએ મને થપ્પડ મારી, મારા ચહેરા પર મુક્કો માર્યો, મારા શરીર પર લાત મારી, મારા ડાબા પગની ઘૂંટી વળી ગઈ છે.

બૈકુંઠ પ્રધાને કહ્યું કે તેમણે 8 જુલાઈના રોજ સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલના મુખ્ય સચિવને આ ઘટના વિશે મૌખિક રીતે જણાવ્યું અને 10 જુલાઈએ લેખિત પત્ર મોકલ્યો. શુક્રવારે ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા બૈકુંઠ પ્રધાનની પત્ની સયોજે દાવો કર્યો હતો કે તે 11 જુલાઈના રોજ સી બીચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી, પરંતુ ફરિયાદ સ્વીકારવામાં આવી ન હતી.

બૈકુંઠ પ્રધાને આરોપ લગાવ્યો હતો કે લલિત કુમારે તેને ધમકી આપી હતી કે જો તે આ ઘટના કોઈની સામે જાહેર કરશે તો તેને મારી નાખશે. લલિત કુમાર દાસે આરોપો અંગે ટીપ્પણી કરીનાથી પરંતુ રાજ્યપાલના એક સહાયકે સમગ્ર ઘટનાને ષડ્યંત્ર ગણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી