Anant-Radhika wedding: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સહિતના રાજકીય મહાનુભાવોની હાજરી, Amruta Fadanvis લાલ સાડીમાં લાગ જાજરમાન
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના ગઈકાલે યોજાયેલા લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આખું બોલીવૂડ, વિદેશના મહાનુભાવો, પરિવારજનો સહિત રાજકારણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાણી પરિવારના આશીર્વાદ સમારોહમાં ભાગ લે તેવી સંભાવના છે.
12મી જુલાઈએ યોજાયેલા સમારંભમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતન રાજ્યના અને દેશના ઘણા મોટા રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી. શિંદે તેમના હંમેશના પરિવેશ સફેદ શર્ટ અને પેન્ટમાં આવ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પત્ની અમૃતા અને દીકરી દિવિજા સાથે આવ્યા હતા. અમૃતાએ લાલચટ્ટક સાડી પહેરી હતી અને હાથમાં ડિઝાઈનગર પોટલી પર્સ રાખ્યું હતું જ્યારે દિવિજા પણ ટ્રેડિશનલ આઉટફીટમાં આવી હતી.
લગ્ન સમારોહ મુંબઈના BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. અનંત-રાધિકાના લગ્નમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડના દિગ્ગજ નેતાઓની સાથે રાજકારણીઓ પણ હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે (12 જુલાઈ) મોડી રાત્રે અંબાણીના ઘરે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી આ પ્રસંગે અંબાણી પરિવારને મળ્યા હતા અને નવા યુગલને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રાએ પણ લગ્નમાં ભાગ લીધો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સ્મૃતિ ઈરાની, અભિષેક મનુ સિંઘવી, અખિલેશ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુલે અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો અનંત-રાધિકાને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.