નેશનલ

PM Modi ભોપાલથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે: 10 લાખ કાર્યકર્તાઓને સંબોધશે

ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મી સપ્ટેમ્બરના રોજ ભોપાલની મુલાકાત લેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભોપાલ યાત્રા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. પંડીત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભોપાલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદી જંબુરી મેદાનમાં 10 લાખ ભાજપના કાર્યકર્તાઓને સંબોધીત કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશની મુલાકત લેવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે તૈયારીઓ થઇ રહી છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વડા પ્રધાન મોદીની ભોપાલ મુલાકત માટેની તૈયારીઓ ચકાસી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ પ્લેનથી 10 વાગીને 55 મીનીટે ભોપાલ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ તેઓ હેલીકોપ્ટરથી કાર્યક્રમ સ્થળ પર પહોંચશે. તેઓ 11 વાગીને 20 મીનીટે જમ્બુરી મેદાન પર પહોંચશે. ત્યાર બાદ ત્યાં સભાનું સંબોધન કરશે. કાર્યક્રમ પૂરો કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી હેલીકોપ્ટર દ્વારા એરપોર્ટ પર પહોંચશે. અને ત્યાંથી જયપુર જવા રવાના થશે.


આ અંગે પત્રકારો સાથે વાત કરતાં રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત અને આગમનીન પૂર્ણ તૈયારીઓ થઇ ગઇ છે એમ જણાવ્યું હતું. તેમણે જાતે હેલીપેડની ચકાસણી કરી છે. ઉપરાંત સભાસ્થળ જંબુરી મેદાનમાં બેઠક વ્યવસ્થાની જાણકારી પણ મેળવી છે. તેમણે મંચ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાની પણ જાણકારી મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત માટેની તમામ તૈયારીઓ થઇ ગઇ હોવાની જાણકારી મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પત્રકારોને આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button