આપણું ગુજરાત

Gujarat weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની અગાહી

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજા મહેર(Gujarat Rain) વરસાવી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ સહિતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપક વરસાદની આગાહી કરી છે. 16થી 18મી જૂલાઈ દરમિયાન ગુજરાતભરમાં વ્યાપક વરસાદની અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


ગઈ કાલે રાજ્યના સારો વરસાદ નોંધાયો:

રાજ્યમાં શુક્રવારના રોજ 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જેમાં કુલ 48 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 120 તાલુકામાં સામાન્યથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. )

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં છ ઈંચથી વધુ, પારડીમાં સાડા ચાર ઈંચ, વાપીમાં ચાર ઈંચ, ઉમરગાંવમાં પોણા ચાર ઈંચ, ધરમપુરમાં ત્રણ ઈંચ અને કપરાડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી, ખેરગામ અને નવસારી તાલુકામાં પાંચ ઈંચથી વધુ, ચીખલી અને જલાલપોરમાં ચાર ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને દિવના દરિયામાં 13.78 ફૂટ ઉંચા મોજા ઉછળવાનું રેડએલર્ટ અને કચ્છના દરિયામાં 2.2થી 3.3 મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત સુરત, ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરન્ટ તીવ્ર રહેશે અને પ્રતિ સેકન્ડ બે મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાનું પૂર્વાનુમાન લગાવામાં આવ્યુ છે. જેના પગલે દરિયાકાંઠે ન્હાવા, બોટીંગ જેવી મનોરંજક પ્રવૃતિ નહીં કરવા તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ 65 કિ.મી. સુધી મીની વાવાઝોડુ ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે.

આગામી 16ના નવસારી, વલસાડ ઉપરાંત અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા અને દિવ પ્રદેશ તથા આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ તાપી,ડાંગ જલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, હવામાન વિભાગે પખવાડિયાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે મૂજબ 25મી જૂલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button