Ahmedabad માં PCR વાનમાં બીયર પીતા વાયરલ વિડીયો અંગે પોલીસે કરી આ સ્પષ્ટતા
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં પીસીઆરમાં આરોપી બીયર પી રહ્યો હોવાના વાયરલ વિડીયો અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે કે અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો અમદાવાદ શહેરનો હોવાનું જણાઈ આવેલ નથી.અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાય તે હેતુસર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ વિડીયો વાયરલ કરનાર સામે પોલીસે તપાસ પણ હાથ ધરી છે.
ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી
આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહેલો આ વિડીયો લગભગ એકાદ વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયોની ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની જીપમાં જ દારૂની મજા માણી રહેલા આરોપીના વિડિયોથી એ પણ પ્રશ્ન ઉદભવે છે કે સામાન્ય સંજોગોમાં શું પરિસ્થતિ હશે. આ વિડીયો પોસ્ટ થયા બાદ લોકો અનેક યુઝર્સ કમેંટ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું હતું હતું કે રાજસ્થાનમાં ભલે દારૂબંધી ન હોય પણ ત્યાં પોલીસની જીપમાં તો આરોપી દારૂ નથી જ પીતા. જો કે બીજા એક યુઝર્સે એવું લખ્યું હતું કે હવે મંત્રી આવીને એવું કહેશે કે તેમાં તો મિનરલ વોટર હતું.